ભારત માં રહેતા ઘણા લોકો વિદેશ જવા માટે સપના જોવે છે. પરંતુ ઘણા લોકો ના સપના પૈસા ની કમી ને કારણે અધૂરા રહી જાય છે. તેમજ ઘણા ઓછા લોકો પોતાનું વિદેશ ફરવા જવાનું સપનું પૂરું કરી શકે છે.
જો તમે પણ પૈસા ની અછત ને કારણે વિદેશ ફરવા નથી જઈ શકતા તો હવે તમારે ચિંતા કરવા ની જરૂર નથી આજે અમે અહીં એવા 3 દેશો વિશે જણાવીશું જ્યાં તમે ઓછા પૈસે પણ ફરવા જઈ શકશો. દુનિયામાં આજે પણ આવા દેશો છે જ્યાં ની કરંસી ની કિંમત ભારત કરતા પણ ઓછી છે.
તમે આવા દેશો માં વિદેશ ફરવા જઈ શકો છો. તો ચાલો જાણી લઈએ એવા 3 દેશો વિશે જ્યાં તમે ઓછા પૈસે ફરવા જઈ શકો છો.
1. ઇન્ડોનેશિયા.
ઇન્ડોનેશિયા ફરવા માટે ખૂબ જ સુંદર અને આકર્ષક દેશ છે. અહીં દૂર-દૂર થી પર્યટકો ફરવા માટે આવે છે. આ દેશ માં ફરવા જવા માટે સારી બાબત એ છે કે, ત્યાં જવા માટે વિઝા સરળતાથી મળી જાય છે. અને તમે સરળતાથી ઓછા પૈસે આ દેશ માં ફરી શકો છો. ભારત નો 1 રૂપિયો ઇન્ડોનેશિયાના 207 રૂપિયા બરાબર છે. આથી અહીં તમે ઓછા પૈસે તમારી રજા ને માણી શકો છો.
2. વિયેતનામ.
રજાઓ માં ઘણા ભારતીયો વિયેતનામ જવાનું પસંદ કરે છે. તેનું મુખ્ય કારણ એ છે કે ત્યાં ભારત નો 1 રૂપિયો 355 વિયેતનામી ડોંગ ની બરાબર હોય છે. વિયેતનામી નદીઓ તેમજ ત્યાં નું ભોજન ખૂબ જ પ્રખ્યાત છે. વિયેતનામ ની સુંદરતા ને કારણે તે પર્યટકો માટે આકર્ષણ નું કેન્દ્ર છે.
3. કમ્બોડિયા.
કમ્બોડિયા તેના રાષ્ટ્રીય સંગ્રહાલય અને પુરાતત્વ માટે પ્રખ્યાત છે. આ સિવાય કમ્બોડિયા માં દુનિયાનું સૌથી મોટું મંદિર આવેલું છે જેને અંકોર વાત મંદિર ના નામ થી ઓળખવામાં આવે છે. પર્યટકો દૂર-દૂર થી આ મંદિર ને જોવા માટે આવે છે. કમ્બોડિયા માં ભારત નો 1 રૂપિયો 63 દશમલોગ 2,3 કમ્બોડિયા રીયાલ બરાબર હોય છે.
આ ત્રણ દેશ છે જ્યાં તમે ઓછા ખર્ચે ફરવા જઈ શકો છો અને તમારી રજાઓ ની મજા માણી શકો છો. તેમજ તમારા વિદેશ જવાના સપના ને પણ પૂર્ણ કરી શકો છો.