કેરળના કોઝિકોડ-પલક્કડ હાઈવે પર શનિવારે સવારે અકસ્માત થયો છે. બેકાબૂ JCB મશીન અને બોલેરો ગાડી વચ્ચે થયેલા અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે.
મળતી વિગત મુજબ, સવારે 10 વાગ્યા આસપાસ આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રસ્તાની સાઈડમાં બાઈક પર બેસેલા એક યુવકનો ચમત્કારિક બચાવ થાય છે.
JCBને જોઈ યુવક કંઈ સમજી શકતો નથી ત્યાં જ બોલેરો પહોંચી જાય છે અને JCB સાથે અથડાય છે. ટક્કર બાદ બોલેરો બાઈક સાથે અથડાય છે અને યુવક ફંગોળાઈ જાય છે.
મહત્ત્વની વાત તો એ છે કે, આ અકસ્માતમાં બોલેરો અને બાઈકચાલક બન્ને સુરક્ષિત છે. આ વીડિયો ખુદ આનંદ મહિન્દ્રાએ પણ શેર કર્યો હતો અને પોતાની કંપનીની ગાડીની મજબૂતીના વખાણ કર્યા હતા