અમરેલીના લાઠીના દુધાળા ગામે આવેલું નારાયણ સરોવર વરસાદી પાણીથી છલોછલ થયું છે.
ગાગડીયા નદી પર આ સરોવર આવેલું છે. આ સરોવરમાં આજે આકાશમાં ઉડીને જેટપેકની મદદથી નદીની આરતી ઉતારવામાં આવી હતી.
સુરતના ઉદ્યોગપતિ અને લાઠીના દુધાળા ગામના વતની સવજી ધોળકિયાએ જેટપેકની મદદથી ગાગાડિયા નદીની આરતી ઉતારી હતી અને નવા નીરના વધામણા કર્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
ગામના અન્ય લોકોએ નારાયણ સરોવર વચ્ચે બાંધેલા દોરડા પર સાયકલ ચલાવી આકાશી સ્ટંટ પણ કરતા નજરે પડ્યા હતા.
તેમજ એક યુવતી દોરડા વડે નદી પાર કરતી જોવા મળી હતી. સવજી ધોળકિયાએ એક પણ રૂપિયો લીધા વગર પોતાના કરોડો રૂપિયાના ખર્ચે દુધાળા ગામના લોકો માટે ગત વર્ષે આ સરોવર બનાવ્યું છે. આ વર્ષે સારા વરસાદથી સરોવર છલોછલ થતા નવા નીરના વધામણા કર્યા હતા.