હાલમાં જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની ટેલિકોમ કંપની Reliance Jio ભારતમાં ઓછી કિંમતના એન્ડ્રોઈડ ફોન લોન્ચ કરવાનું વિચારી રહી છે..
જેમાં સૂત્રો અનુસાર Reliance Jio ડિસેમ્બર સુધીમાં એન્ડ્રોઈડ પ્લેડફોર્મ બેઝ્ડ હેન્ડસેટ લોન્ચ કરી રહી છે તેવું જાણવા મળ્યું છે.
એકબિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ અનુસાર Jio ના આ ઓછી કિંમત ધરાવતા ફોનને કંપની ડેટાપેક સાથે જ બજારમાં મૂકવામાં આવશે.
તાજેતરમાંરિલાયન્સ કંપની જીઓ દ્વારા પણ એવી હિંટ આપવામાં આવી હતી કે કંપની ટૂંક સમયમાં ઓછી કિંમત ધરાવતા એન્ડ્રોઈડ ફોન લોન્ચ કરી શકે છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે હાલમાં ગૂગલ સાથે પાર્ટનરશિપ કરી છે જેમાં જુલાઈમાં કંપનીએ જણાવ્યુ હતુ કે ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટે રિલાયંસના ડિઝિટલ યૂનિટમાં 4.5 બિલિયન ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ કર્યુ હતું.
રિલાયન્સનાં ચેરમેન મુકેશ અંબાણીએ જુલાઈમાં કહ્યુ હતુ કે ગૂગલ ઓછી કિંમત ધરાવતા 4G/5G સ્માર્ટફોન્સ માટે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ તૈયાર કરશે, અને રિલાયન્સ તેને ડિઝાઈન કરશે તેવું જણાયું હતું..