Friday, June 2, 2023
Home Story જાણો! વીર પુરૂષ જોગીદાસ ખુમાણને આ દિકરીએ શું કહ્યું હતું.

જાણો! વીર પુરૂષ જોગીદાસ ખુમાણને આ દિકરીએ શું કહ્યું હતું.

નવરાત્રીનાં દિવસો આવી રહ્યા છે ત્યારે, એક વીર પુરૂષની યાદ આવે છે તે જોગીદાસ ખુમાણ…

જોગીદાસ ખુમાણ ધણહેર માથી નીકળ્યા, એક અઢાર વીસ વર્ષની દિકરીને એટલું પુછ્યુ…

“બેટા કોઈ છે આજું બાજુંમા ?”
“ના મારા મામા ને ત્યાં મોટી થાવ છું મા-બાપ મરી ગ્યા છે…”

જોગીદાસ ખુમાણે આગળ વાત કરી કે,”બેટા હું એમ નથી કહેતો પણ, આમ એકલી તું ધણહેર મા ઢોર ચારે છે તો…

તારી ઈજ્જતની તારા શીયળની તને બીક નથી લાગતી બેટા…!!”
ત્યારે, એ અઢાર વીસ વર્ષની ધણહેર મા ઢોર ચારતી દિકરી બોલી હતી કે,

“અમારા વિસ્તાર મા જોગીદાસ ખુમાણ ના બહારવટા છે. બાપું
(એ દિકરીને ખબર નથી કે આ જોગીદાસ પોતે છે) કોની તાકાત છે કે, મારી સામે પણ જોઈ શકે…”

ત્યારે આપા જોગીદાસ ખુમાણે સુરજ નારાયણ સામે દ્રષ્ટ્રિ કરી ને બેઈ હાથ ઉંચા કર્યા,અને એટલુ બોલ્યા કે,

“ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા ભામણા.. મરણ જીવણ લગ માણ રાખજે કશ્યપ રાવ…”

હે…કશ્યપના પુત્ર સુરજનારાયણ મારુ બહારવટું હાલે કે ના હાલે…. પણ આવી વિસ અઢાર વર્ષની દિકરીઓ જો મારી ઉપર વિશ્વાસ રાખીને આમ વગડામા ઢોર ચારતી હોય તો હું જીવું ત્યા સુધી મારી ઈજ્જત આવીને આવી રાખજે…બાપ.

એવી જ રીતે, તમારી શેરીમા કે, ગામમા… કે, સોસાયટીમા આવી નાની દિકરીઓ, એક વિશ્વાસ રાખતી હોય ને તો એનો વિશ્વાસ તુટે નહીં,

અને આપણી ભારતીય સભ્યતા ની લાજ ન જાય, એટલા માટે, કોઈ એકલી બેન દિકરીને જુઓ ત્યારે સોરઠના મહાપુરુષને યાદ કરજો,

અને વિચારજો કે, આપણે તો આવા આદર્શો લઈ ને જીવનારી પ્રજા છીએ…

RELATED ARTICLES

Most Popular

Recent Comments