જોર્ડનમાં ભયાનક બ્લાસ્ટ, આકાશમાં દેખાયા નારંગી રંગના આગના ગોળા..
જોર્ડનની રાજધાની અમ્માન પાસે આવેલા એક સૈન્ય અડ્ડા પર બ્લાસ્ટ થયા છે.
રાજધાની નજીક આવેલા ઝર્કા સૈન્ય અડ્ડા પર ઘણા બ્લાસ્ટના અવાજ સાંભળવા મળ્યા છે.
સોશિયલ મીડિયા પર આવી રહેલી તસવીરો અને વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બ્લાસ્ટ એટલા મોટા હતા કે આકાશમાં નારંગી રંગના આગના ગોળા બની ગયા હતા.
અધિકારીઓનું કહેવું છે કે બ્લાસ્ટ એક જૂની ઑર્ડિનન્સ ફેક્ટરીની ગોદામમાં થયા છે અને તેનું કારણ શૉર્ટ સર્કિટ છે.જુઓ વિડીઓ…