હસમુખ પટેલે તેના પોતાના ઓફિસેઅલી ટ્વિટર આઈડી પર @Hasmukhpatelips તાજેતરમાં જ એક પોસ્ટ અપડેટ કરી છે, જો તમે જુનિયર ક્લાર્ક ની પરીક્ષા આપવાના હોય તો આ તમારા માટે ખૂબ જ અગત્યની જાહેરાત છે.

જો કે આ બાબતે સમાચારો પ્રકાશિત થતા આઇપીએસ હસમુખ પટેલના ધ્યાને આ બાબત આવી હતી. તેમણે તત્કાલ તપાસ કરાવીને આ ક્ષતી દુર કરાવી હતી. ઉપરાંત આ અંગે ટ્વીટ કરીને માહિતી પણ આપી હતી. તેમણે જણાવ્યું કે, ટેકનિકલ ખામીને કારણે જુનિયર ક્લાર્કની પરીક્ષાના કોલ લેટર જૂની લીંક ઉપર ડાઉનલોડ થતા હતા.
જો કે આ બાબત ધ્યાને આવતા ખામી દૂર કરી દેવામાં આવેલ છે અને હવે કોઈ કોલ લેટર ડાઉનલોડ થતા નથી. કોલ લેટર જ્યારે બહાર પાડવામાં આવશે ત્યારે અગાઉ વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવશે. ઉમેદવારો વેબસાઈટના માધ્યમથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. જો કે હાલ જે બગ હતો તે દુર કરી દેવામાં આવ્યો છે.
બગ અંગે માહિતી મળતા જ મીડિયા ઉપરાંત વિદ્યાર્થીઓએ પણ હસમુખ પટેલને ટેગ કરીને ટ્વીટનો મારો ચલાવ્યો હતો. પંચાયત બોર્ડના અધ્યક્ષ IPS હસમુખ પટેલને સમગ્ર બાબતે જાણ થતા જ તેઓ એક્શનમાં આવ્યા હતા. તાબડતોબ આ ખામીને દૂર કરવામાં આવી હતી. હસમુખ પટેલે ટ્વીટ કરી કહ્યું કે,

વાંચો ટ્વીટ: ટેકનિકલ ખામીને કારણે જૂની લીંક પર ડાઉનલોડ થયેલ જુનિયર ક્લાર્કની પરીક્ષાના કોલ લેટર રદ કરવામાં આવેલ છે. તારીખ 31 માર્ચથી માન્ય કોલ લેટર બહાર પાડવામાં આવશે.