ઉનાળાની શરૂઆત થતા જ લોકોને કેરી ખાવાની તડપ રહે છે. કેરી એક એવું ફળ છે, જેને કાચું તેમજ પાકું બંને રીતેથી આરામથી ખાઈ શકાય છે. આજે અમે તમને કાચી કેરી ખાવાના ૬ જબરદસ્ત ફાયદા વિશે કહેવા જઈ રહ્યા છીએ. કાચી તેમજ પાકી એમ બન્ને કેરી સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદામંદ છે.
૧. ખીલ માટે :–
લોહીમાં વિષાક્ત પદાર્થ હોવાના કારણે ચહેરા પર ખીલ નીકળે છે અને ઘણા પ્રકારના ચામડી રોગોથી જોડાયેલી સમસ્યા થાય છે. પરંતુ તમને જણાવી દઈએ કે અમુક દિવસો સુધી કાચી કેરીનો રસ પીવાથી રક્ત સાફ થાય છે.જેનાથી ચહેરા પર થતા ખીલ તેમજ ચામડી રોગો થી મુક્તિ મળે છે.
૨. ડાયાબીટીસ માટે છે ફાયદામંદ:-
ડાયાબીટીસથી પીડિત લોકો માટે કાચી કેરીનું સેવન કરવું ફાયદામંદ હોય છે, કારણકે કાચી કેરીના સેવનથી સુગર લેવલને ઓછુ કરવામાં મદદ મળે છે. જેનાથી ડાયાબીટીસથી રાહત મળે છે.
૩. કબજિયાતથી આપે છુટકારો :–
જે લોકોને ગેસ, કબજિયાત, એસીડીટીની સમસ્યા રહે છે એને દરરોજ કાચી કેરીનું સેવન કરવું ફાયદામંદ હોય છે. આનું નિયમિત સેવન કરવાથી ગેસ, કબજિયાત, એસીડીટી અને અપચાની સમસ્યાથી રાહત મળે છે.
૪. રક્તને સાફ કરે :-
કાચી કેરીમાં ઘણા એવા પોષક તત્વ મૌજૂદ હોય છે. જે લોહીને સાફ કરવામાં ખુબ ભૂમિકા ભજવે છે. એનાથી રક્તથી જોડાયેલી ઘણી પરેશાનીઓ દુર થઇ જાય છે.
૫. ઉલ્ટીથી આપે છે રાહત –
લગભગ ઉનાળાની મૌસમમાં ઉલ્ટી થવીએ નાની સમસ્યા થઇ જાય છે. એવામાં કાચી કેરીને મીઠા સાથે ખાવાથી આ સમસ્યાથી છુટકારો મળે છે.
૬. લુથી આપે છે રાહત: –
ઉનાળાની મૌસમ માં લુ લગાવી નાની સમસ્યા થઇ જાય છે. જેનાથી ઘણી વાર ઉલ્ટી, તાવ, જેવી સમસ્યા થઇ જાય છે. આ સમસ્યા થી છુટકારો આપવામાં કાચી કેરી ખુબ જ મદદગાર હોય છે. એના માટે કાચી કેરીને આગમાં શેકીને આનું શરબત બનાવીને પીવાથી અને શરીર પર માલીશ કરવાથી લુની સમસ્યાથી છુટકારો મળે છે. સાથે જ દરરોજ આ શરબત પીવાથી લુ લાગવાની શક્યતા ઓછી થઇ જાય છે.