વાળ ખરતા હોય તો ગરમ કરેલું દીવેલ વારંવાર વાળ પર લગાવો.

માથા પર કાંદાનો રસ લગાવવાથી ખરી ગયેલા વાળ ફરી ઊગે છે.
ખોડો થયો હોય તો ખાંડ અને લીંબુના રસથી માથું ધૂઓ. હૂં વાળની કાળાશ જાળવી રાખવી હોય તો આમળાં, કાળા તલ અને ભાંગરો સરખે ભાગે વાટીને સવાર-સાંજ ફાકો.

માથામાં ટાલ પડી ગઈ હોય તો તલનાં ફૂલ, ગોખરુ અને સિંધવ કોપરેલમાં
અથવા મધમાં નાખીને લેપ કરો.
વાળમાં જૂ હોય તો કાંદાનો રસ માથામાં લગાવો.
૫૦૦ ગ્રામ શુદ્ધ કોપરેલમાં ૨૦૦ ગ્રામ સૂકી મેથી નાખી સૂર્યના તડકામાં સાત દિવસ રાખો.
ત્યાર બાદ આ તેલ ગાળી બાટલીમાં ભરો. સવાર-સાંજ આ તેલ માથામાં ઘસવાથી વાળ ખરતા બંધ થાય છે.
વાળને ચમકતા રાખવા હોય તો ગરમ પાણીમાં આમળાંનો ભૂકો નાખીને માથું ધૂઓ.