1999 માં રુસની વૈજ્ઞાનિકોની એક ટીમ એક મહિના સુધી માઉન્ટ કૈલાશની તળેટીમાં રહી અને તેના આકાર વિશે શોધ કરતી રહી. વૈજ્ઞાનિકો એ કહ્યુ કે આ પહાડની ત્રિકોણ આકાર ની ચોટી પ્રાક્રુતિક નહિં પરંતુ પિરામીડ છે.

જે બરફથી ઢંકાયેલી રહે છે. અને હા, તમારી જાણ ખાતર કહી દઉ કે માઉન્ટ કૈલાશ ને ‘શિવ પિરામીડ’ ના નામે પણ ઓળખવામાં આવે છે.
જે કોઈપણ આ પહાડ ને ચડવા નીકળ્યું, એ અથવા તો માર્યુ ગયું અથવા તો ચડ્યા વગર જ પાછુ આવ્યું, અને ત્યાં જઈને ઘણાના હૃદય પરિવર્તન પણ થયા છે..

આખી દુનિયા એ કૈલાશ પર્વત ને વિશ્વનું આધ્યાત્મિક કેન્દ્ર માન્યું છે, હિન્દુ ધર્મમાં કૈલાશ પર્વતને શિવ નું ગઢ માનવામાં આવે છે. કહેવાય છે કે પર્વત પર શિવ અને પાર્વતી વિરાજમાન છે.
જૈન ધર્મના અનુયાયીઓનું માનવું છે કે સૌથી પકેલા તીર્થાંકર ઋષભનાથ ને કૈલાશ પર્વત પર તત્વ જ્ઞાન પ્રાપ્ત થયુ હતું. અને બૌદ્ધ ધર્મ ના અનુયાયીઓ પણ માને છે કે મહાત્મા બુદ્ધ પહાડની ચોટી પર રહે છે.

કૈલાશ પર્વત પર ચઢવાનો પ્રયત્ન છેલ્લે 2001માં થયો હતો, જે અસફળ રહ્યો હતો અને હવે તો ત્યાં ચઢાઈ કરવાની સંપૂર્ણ મનાય છે..
આજુબાજુના વિસ્તારના ગામના લોકો માને છે કે, કૈલાશ પર્વત પર અલૌકિક શક્તિ છે, અહીં આવી લોકોનું મન શાંત થઈ જાય છે. હાલ અહીં 52 કિલોમીટરની પરિક્રમા થાય છે..
આ પર્વત પર શિવજીનું નિવાસ સ્થાન મનાય છે, ઋગદેવ માં પણ પવિત્ર કૈલાશ પર્વતનો ઉલ્લેખ કર્યો છે.
કૈલાશ પર્વતની પૌરાણિક વાત કરીએ તો..
પ્રાચીન યુગમાં સપ્તશ્રીઓ અને સંકાદીકોએ અહી તપ કરેલા છે. સતયુગમાં ભગવાન દત્તાત્રેયએ ભગવાન શિવનો તપ કરેલો અને ત્રેતા યુગમાં અહીં રાવણે તપ કર્યું મનાય છે,
દ્વાપરમાં અહી પાંડવો પહોંચ્યા, અને કળિયુગમાં અહી તથાગતે તપસ્યા કરી મનાય છે, આમ આ રીતે ચારેય યુગમાં આ પર્વતનું ખૂબ જ મહત્વ રહેલું છે…