Thursday, November 30, 2023
Home Bhavnagar ભાવનગર શહેરની નજીક આવેલ વેળાવદર કાળિયાર હરણ રાષ્ટ્રીય ઉદ્યાન વિષે જાણો !

ભાવનગર શહેરની નજીક આવેલ વેળાવદર કાળિયાર હરણ રાષ્ટ્રીય ઉદ્યાન વિષે જાણો !

ભાવનગરમાં પ્રવાસીઓ તેમેજ વાઇલ્ડ લાઇફ પ્રેમીઓ માટે વેળાવદર કાળિયાર હરણ રાષ્ટ્રીય ઉદ્યાન બહુજ સુંદર અનુભવ કરવા જેવું સ્થળ છે. જે ફોરેસ્ટ ખાતા દ્વારા ચોક્કસ સમય મુજબ દાખલ થવાની મંજુરી આપે છે.આ સ્થળ પર હજારો પ્રવાસીઓ આ રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લે છે. લગભગ 1900 હેક્ટરમાં પથરાયેલ આ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન એ પ્રવાસીઓ માટે મનગમતું સ્થળ છે, અને પ્રવાસીઓ માટે રહેવા – જમવાની પણ સુવિધા ઉપલબ્ધ છે,ત્યારે વાઇલ્ડ લાઇફ પ્રેમીઓ, સ્થાનિક, તેમજ ભારતના અલગ અલગ રાજ્યોમાંથી આવતા અને ફોરેનર પ્રવાસીઓનો અહી સતત ધસારો રહેતો હોય છે. જેમાં મુખ્યત્વે કાળીયાર, નીલગાય, વરુ, શિયાળ, જંગલી બિલાડી, જંગલી ડુક્કર વિગેરે જેવા પ્રાણીઓ વસે છે.ચોમાસા દરમિયાન શેડયુલ એકનું ગણાતું આ કાળિયાર હરણના રક્ષણ માટે વોટર લોગીન અને સરક્યુલર પ્લેટફોર્મ બનાવાયા છે. જ્યારે આ ભાલ પ્રદેશમાં ઉગતા ઘાસએ તેનો મુખ્ય ખોરાક અનુકૂળ છે.ત્યારે મુક્ત રીતે વિહરતા કાળિયારને જોવા માટે પ્રવાસીઓનો ધસારો સતત વધ્યો છે. સુત્રો પાસેથી મળેલી વિગતો મુજબ ગત વર્ષમાં 11 હજાર જેટલા પ્રવાસીઓએ આ અભ્યારણની મુલાકાત લીધી હતી.જેમાં 10,422 જેટલા ઇન્ડીયન પ્રવાસી છે. જ્યારે 565 જેટલા વિદેશીઓએ મુલાકાત લીધી હોવાનું જાણવા મળ્યું છે. જો કે, ચોમાસાની શરૂઆતથી જ આ પ્રાણી માટે સંવર્ધનકાળ શરૂ થતો હોય છે, તેથી ચોમાસામાં કાળિયારના સંવર્ધનકાળ માટે પ્રવાસી માટે બંધ હોય છે, જે ઓક્ટોબરની આજુબાજુ ખુલતું હોય છે, અને આ સમય દરમિયાન ઉઘાડ નિકળે કાળિયારની વસ્તી ગણતરી હાથ ધરાતી હોય છે.ભાવનગરથી 72 કિ.મી. દૂર અને વલ્લભીપુરથી 32 કિલોમીટર દૂર થાય છે અને અમદાવાદથી 145 કિલોમીટર થાય છે. જો તમે ખાનગી વાહનો દ્વારા આવો છો, તો બ્લેક બક રાષ્ટ્રીય ઉદ્યાન વલ્લભીપુરથી જૂના ધોરીમાર્ગ અથવા ભાવનગર-અમદાવાદ હાઇવે પર અઢેલાઈથી દાખલ થાય છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments