કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન મુલાકાતીઓ માટે ૧૫મી ઓક્ટોબરથી ખુલ્લુ મુકાશે
કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન મુલાકાતીઓ માટે આગામી ૧૫મી ઓક્ટોબરથી ખુલ્લુ મુકાશે..
By Shankhnad News –
મુલાકાતે આવનાર પ્રવાસીઓએ કોરોનાની ગાઇડલાઇન તથા નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે..
દેવરાજ બુધેલીયા, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન મુલાકાતીઓ માટે આગામી ૧૫મી ઓક્ટોબરથી ખુલ્લુ મુકાશે રાષ્ટ્રીય ઉદ્યાન સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ખુલ્લુ મુકવામાં આવનાર છે.
જેની તમામ વન્ય પ્રાણી પ્રેમીઓ તથા મુલાકાતીઓએ નોંધ લેવા મદદનીશ વન સંરક્ષકશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન અને ભાલ વિસ્તાર, ભાવનગર જિલ્લાનું એક બહુમૂલ્ય નજરાણું છે.
અહીંનું જૈવ વૈવિધ્ય લોકોના અભ્યાસ માટે એક આકર્ષણનું કેન્દ્ર છે. મુક્ત રીતે વિહરતા કાળીયારો ઉપરાંત વરૂ અને ડખમોર જેવા વન્યજીવોની ભારતભરમાં સંખ્યા ઘટી રહી છે.
ત્યારે આ વિસ્તાર અને તેનું વન્યજીવન સંરક્ષણ અને લોકોના સહકારથી ખૂબ સારી રીતે સચવાયેલ છે. ખાસ કરીને ઓક્ટોબરથી ફેબ્રુઆરી મહિના સુધી યાયાવર પક્ષીઓ માટે આ વિસ્તાર અભય સ્થાન છે.
હેરિયર કુળના (પટ્ટાઇઓ) પક્ષીઓનું સામુદાયિક રાત્રી રોકાણ આ રાષ્ટ્રીય ઉદ્યાનને સમગ્ર વિશ્વમાં નોંધ લેવા પ્રેરે છે.
કોરોનાની મહામારીને ધ્યાને રાખી રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાતે આવનાર તમામ પ્રવાસીઓએ સરકારશ્રીની Covid-19ને લગતી તમામ ગાઇડલાઇન અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર ખાતે સંરક્ષણની અગત્યની કામગીરી ચાલુ હોય, પ્રવાસીઓએ હાલ રાત્રિ રોકાણ માટે ઇકો-ટુરિઝમ ડેવલપમેન્ટ કમિટી, વેળાવદર હસ્તકની ડોરમેટરીમાં જ ઉપલબ્ધ રહેશે.
અગાઉથી બુકિંગ માટે મોબાઈલ નં.૬૩૫૩૨૧૫૩૫૩ પર સંપર્ક કરવા તમામ પ્રવાસીઓ અને પ્રકૃતિ પ્રેમીઓને નોંધ લેવા જણાવવામાં આવે છે.