Sunday, May 28, 2023
Home Know Fresh ગુજરાતી ફિલ્મોના મહાનાયકની જાણો કેવી રીતે પડી 'કનોડિયા' સરનેમ

ગુજરાતી ફિલ્મોના મહાનાયકની જાણો કેવી રીતે પડી ‘કનોડિયા’ સરનેમ

ગુજરાતી ફિલ્મોના મહાનાયકની જાણો કેવી રીતે પડી ‘કનોડિયા’ સરનેમ

ગુજરાતી ફિલ્મોના મહાનાયકની જાણો કેવી રીતે પડી ‘કનોડિયા’ સરનેમ, જાણો રસપ્રદ કહાની

ગુજરાતી સિનેમા(Gujarati Cinema)ના સુપર સ્ટાર હવે આપણી વચ્ચે રહ્યા નથી. લાખો પ્રશંસકોના દિલ પર રાજ કરનારા નરેશ કનોડિયા (Naresh Kanodia)નું કોરોનાના કારણે નિધન થયું છે. યુએન મહેતા હોસ્પિટલ (UN Mehta Hospital)માં તેમની કોરોના (Corona)ની સારવાર ચાલી રહી હતી. તેઓની હાલત છેલ્લા ઘણા દિવસથી ગંભીર બતાવવામાં આવી રહી હતી. ત્યારે આજે વહેલી સવારે તેમણે હોસ્પિટલમાં 77 વર્ષે અંતિમ શ્વાસ લીધા છે. ગુજરાતી ફિલ્મોના રજનીકાંત કહેવાતા નરેશ કનોડિયાનો જન્મ 20 ઓગસ્ટ 1943ના રોજ થયો હતો. નરેશ કનોડિયા ગુજરાતી ફિલ્મોના પ્રશંસકોમાં ઘણાં જ લોકપ્રિય છે. નરેશ કનોડિયાએ નાની ઉંમરથી ભાઈ મહેશ સાથે સ્ટેજ પર્ફોમન્સ આપવાની શરૂઆત કરી હતી.

જાણો મહેશ- નરેશની સરનેમ કેવી રીતે પડી?

મહેશ-નરેશે જ્યારે ગુજરાતી ફિલ્મ જગતમાં કામ કરવાની શરૂઆત કરી ત્યારે તેમણે બિલિમોરિયા સરનેમ સાંભળી હતી. તેમણે આ અટક અંગે જ્યારે વધુ જાણ્યું તો તેમને ખ્યાલ આવ્યો કે તે આ અટક બિલિમોરા ગામ પરથી પડી છે. આ વાતથી પ્રભાવિત થઈને મહેશ-નરેશે પણ પોતાના ગામ કનોડા પરથી કનોડિયા સરનેમ રાખી હતી. એક ઈન્ટરવ્યૂમાં નરેશ કનોડિયાએ કહ્યું હતું કે આજે પણ જ્યારે પણ કંઈક નવું કામ કરવાનું હોય કે પછી ઘરમાં સારો પ્રસંગ હોય તો તે જરૂરથી ગામમાં આવેલા હરસિદ્ધ માતાના પગે લાગવા જરૂર જાય છે.

કનોડા ગામમાં થયો હતો જન્મ

નરેશ કનોડિયાનો જન્મ મોઢેરાથી નજીક આવેલા મહેસાણા જિલ્લાના કનોડા ગામમાં થયો છે. નરેશ કનોડિયાના પિતા મીઠાભાઈ તથા માતા દલીબેન વણાટકામ કરતાં હતાં. તેઓ સાડી, ટુવાલ, ધોતિયાં જેવા કપડાં બનાવતા હતાં. નરેશ કનોડિયાને ત્રણ ભાઈઓ(મહેશ કનોડિયા, શંકર કનોડિયા, દિનેશ કનોડિયા) તથા ત્રણ બહેનો (નાથીબેન, પાની બેન તથા કંકુબેન) છે. ચાર ભાઈ, ત્રણ બહેનો તથા માતા-પિતા એક રૂમના મકાનમાં રહેતા હતાં. આ ઘર હજી પણ નરેશ કનોડિયાએ યાદગીરી રીતે એમને એમ રાખ્યું છે. નરેશ કનોડિયાએ નાની ઉંમરમાં જ ભાઈ મહેશ સાથે સ્ટેજ પર પર્ફોમન્સ આપવાની શરૂઆત કરી હતી.

નરેશ કનોડિયાએ રીમા સાથે લગ્ન કર્યાં છે. તેમને સંતાનમાં એક પુત્ર હિતુ કનોડિયા છે. હિતુ કનોડિયા પણ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝનો સ્ટાર છે. હિતુએ ગુજરાતી એક્ટ્રેસ મોના થીબા સાથે લગ્ન કર્યાં છે. બંનેને એક દીકરો રાજવીર છે. નરેશ કનોડિયા પરિવાર સાથે ગાંધીનગરમાં રહે છે. તેમની સાથે મહેશ કનોડિયા પણ રહે છે.

વેલીને આવ્યા ફૂલ’થી ફિલ્મથી કરી શરૂઆત

નરેશ કનોડિયાએ ફિલ્મ ‘વેલીને આવ્યા ફૂલ’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. નરેશે અનેક હિટ ગુજરાતી ફિલ્મ્સ આપી છે. નરેશ તથા ગુજરાતી એક્ટ્રેસ સ્નેહલતાની જોડી હતી. જેમણે અનેક હિટ ગુજરાતી ફિલ્મ્સમાં સાથે કામ કર્યું છે.

પહેલી બેલડીએ કર્યો વિદેશ પ્રવાસ

80ના દાયકામાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝમાંથી મહેશ-નરેશ એવા પહેલાં ગુજરાતી સ્ટાર છે, જેમણે ભારત બહાર જઈને સ્ટેજ પર્ફોમન્સ આપ્યું હોય. તેમણે આફ્રિકા અમેરિકા તથા એશિયાના કેટલાંક દેશોમાં સ્ટેજ પર્ફોમન્સ આપ્યું હતું.

RELATED ARTICLES

Most Popular

Recent Comments