પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્માની હ્યુમરના આજે દરેક લોકો દિવાના છે. કપિલની લોકપ્રિયતા છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ ઝડપથી વધી છે.
આજે કપિલનો શો ‘કપિલ શર્મા શો’ ટોપ ટીવી શોની સૂચિમાં શામેલ છે, પરંતુ આજ સુધી એક સવાલ હંમેશા તેના ચાહકોના મનમાં રહ્યો છે કે કપિલની કમાણી કેટલી છે? તે એપિસોડ માટે કેટલો ચાર્જ લે છે?
તો ચાલો આજે તમને આ સવાલનો જવાબ પણ આપીશું. લાફ્ટર ચેલેન્જથી લઈને સોની ટીવી પરના કોમેડી ડ્યૂઓ શો સુધી કપિલ મનોરંજનના બિઝનેસમાં ઘણો આગળ નીકળી ગયો છે અને નિઃશંકપણે ટીવી પર સૌથી વધુ ડિમાન્ડિંગ ચહેરો બની ગયો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર કપિલ ‘ધ કપિલ શર્મા શો’ માટે ભારે ફી લે છે. કપિલ ‘ધ કપિલ શર્મા શો’ના વીકએન્ડ એપિસોડ માટે આશરે 1 કરોડ રૂપિયા લે છે. ‘ધ કપિલ શર્મા શો’ના બે એપિસોડ શનિવાર અને રવિવારે દર અઠવાડિયે પ્રસારિત થાય છે. કપિલ દરેક એપિસોડ માટે 50 લાખ લે છે
આ જ અહેવાલમાં બતાવવામાં આવ્યું છે કે કપિલે તેની આ સીઝનમાં ગત સિઝન કરતા 30 ટકા ફી વધારો કર્યો છે. આ સિવાય અહેવાલો મુજબ કૃષ્ણા અભિષેક અને ભારતી સિંહની ફી કપિલની ફી કરતા ઘણી ઓછી છે.
કૃષ્ણા અભિષેક અને ભારતી સિંઘને વિકેન્ડ એપિસોડ માટે લગભગ 10-12 લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે. આ સ્પષ્ટ રીતે કપિલ શર્માની લોકપ્રિયતા દર્શાવે છે.