Friday, June 9, 2023
Home Food રોજ સવારે પીવો આ શાકનો જ્યૂસ અને ઉતારો તમારું વજન, જાણો !...

રોજ સવારે પીવો આ શાકનો જ્યૂસ અને ઉતારો તમારું વજન, જાણો ! અનેક ફાયદા…

દરેક શાકભાજી આપણાં સ્વાસ્થ્ય માટે ઘણાં જ સારા હોય છે. આપણે એક પણ શાકભાજીને નજર અંદાજ કરી શકીએ નહીં. આજે અમે તમને કારેલાના જ્યૂસના ફાયદા અંગે જણાવીશું. કારેલા કડવા હોય છે પરંતુ તેનાથી ઘણાં જ ફાયદા થાય છે.

વધતા વજનથી હેરાન થતાં લોકો માટે કારેલા સૌથી વધુ ફાયદાકારક સાબિત થાય છે. એટલે કે તમે કારેલાના જ્યૂસથી વજન ઓછું કરી શકો છો. કારેલામાં પોષક તત્વો હોવાથી વજન ઘટાડવામાં મદદ કરે છે.

હાલમાં જ એક રિસર્ચમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો હતો કે કારેલામાં એવા તત્વો છે, જે ફેટ સેલ્સને વધતા અટકાવે છે. આ ઉપરાંત કારેલામાં ફાઈબરન માત્ર વધુ હોવાથી તે ખાવાથી પેટ લાંબો સમય સુધી ભરેલું હોય તેમ લાગે છે. આ કારણથી વારંવાર ખાવાની આદત ઓછી થઈ જાય છે.

આ ઉપરાંત કારેલાનો જ્યૂસ ઈન્સુલિનને એક્ટિવ કરે છે, જેથી શરીરમાં બનતી શુગર ફેટમાં રૂપાંતરિત થતી નથી. કારેલાના ઉપયોગથી ફેટ કંટ્રોલમાં રહે છે. કારેલામાં અન્ય શાકભાજીની તુલનાએ કેલરીઝ, ફેટ તથા કાર્બોહાઈડ્રેટ્સની માત્રા ઓછી હોય છે. આને કારણે તમારા પેટની ચરબી બહાર નીકળતી નથી.

આ ઉપરાંત પેટ જો તમારી ફાંદ વધારે હોય તો રોજ સવારે એક ગ્લાસ કારેલાનો જ્યૂસ પીવાથી પેટની ચરબી ઘટે છે અને ફિગર મેઈન્ટેઈન રહે છે. આ ઉપરાંત કારેલાથી તમે અનેક બીમારીઓનો ભોગ બનતાં અટકો છો.

કારેલનો જ્યૂસ બનાવવા માટે સૌ પહેલાં છાલ કાઢી નાખો અને વચ્ચેથી કારેલાના બીયાં કાઢી નાખો. ત્યારબાદ કારેલાને નાના-નાના સમારીને તેને ઠંડા પાણીમાં 30 મિનિટ સુધી પલાળો. ત્યારબાદ આ આ ટૂકડાઓને મિક્સરમાં ક્રશ કરીને તેમાં અડધી ચમચી મીઠું તથા લીબું નીચોવો. તૈયાર છે તમારો કારેલાનો જ્યૂસ.

RELATED ARTICLES

Most Popular

Recent Comments