જેવું વિચારશો તેવુ બનશો કારણકે સંકલ્પથી જ સૃષ્ટિ બને છે. અને મનુષ્યની ઓળખ તેના કર્મોથી થાય છે. તમે જે વિચારશો જેમકે તમે એવું વિચારશો કે હું બીમાર છું તેટલું જ બ્લડપેસર ઉચું જશે, કે કોઇ ભાગમાં દુખાવો થાય છે, તો વધારે થશે, કેમ કે તમારો આત્મા તે દુખાવાના સ્થાન પર સુચના આપી રહ્યો છે, તે થવાનું ચાલુ રહેશે કે થશે.
આ પ્રકારે જો પરિવાર સાથે આપણે આવું માની લઈએ કે આપણે કોઇ એક સાથે સબંધ બગડશે, તો જરૂર બગડવાના જ છે, તમે તમારા પરિવાર માટે દુઆ કરો અને એવું વિચારો કે હું હેલ્થી હું અને મારો પરિવાર પણ તંદુરસ્ત છે,
આમ તો જોકે હાલ બધા એકલા રહેવાનું પસંદ કરે છે, પણ પરિવાર સાથે રહેવાથી મજા છે..તેમજ જીવન પણ સરળ બને છે, કોઈ પણ પરિસ્થિતિનો સામનો બધા ભેગા મળી કરે છે, સંકલ્પથી સૃષ્ટિ બને છે,
તેથી ખોટું વિચારશો નહીં જો વિચારશો તો તેવું થશે જ
પરમાત્મા કહે છે કે જે કંઈ પણ વિચારો તે ધ્યાનથી વિચારજો અને એ બાબત જાણી લો કે આ બાબત વિચારવા જેવી છે કે નહીં જો બાબત વિચારવા જેવી હોય તો જ વિચારો નહીં તો ઇગ્નોર કરો જવા દો..
કારણકે કર્મ વચનથી નહીં પણ વિચારથી બને છે… જેવા મારા કર્મ હશે તેવું મારું જીવન હશે, રોજ સવારમાં આપણે રાશિફળ વાંચવા કરતાં આપણે આપણું રાશિફળ પોતે જ નિર્ધારિત કરીશું,
અને આપણે પરફેક્ટ છીએ શાંત છીએ તેમજ ભગવાનને આપણે કહીશું કે ખોટું કામ મારે કરવું નથી, તેમ જ કોઈની પાસેથી મારે કંઈ જોતું નથી,
તો આપણે અને આપણી આજુબાજુના બધા સારા જ હશે.. શ્રેષ્ઠ કર્મોથી તે શ્રેષ્ઠ બને છે, અને ધૃણાસ્પદ કે નિકૃષ્ટ કર્મોથી તેનુ પતન થાય છે.. જેવુ કર્મ તેવુ ફળ…