જાણો કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુરનો ઇતિહાસભુતપ્રેતથી પીડાતા હોય તેવા લોકો માટે છે આ ચમત્કારિક મંદિર..!
તેઓ સોનાના સિંહાસન પર બેસીને પોતાના ભક્તોની બધી જ મનોકામનાઓ પુરી કરે છે. કહેવાય છે કે બજરંગબલી હનુમાનજીના આ મંદિરમાં આવીને ભક્તોના દરેક દુઃખો, કષ્ટોનું નિવારણ થઇ જાય છે. ભલે એ કોઈની ખરાબ નજર હોય કે પછી શનિનો પ્રકોપ હોય, અહીંથી કોઈ ભક્ત ખાલી હાથે નથી જતું.
આખા ગુજરાતમાં નહી પણ આખા ભારતભરમાં જેની ખ્યાતી ખૂણે ખૂણે સુધી પહોંચી છે. જેના ચમત્કારો આજે પણ લોકો જોવે છે. તો ચાલો આજે ગુજરાતનાં ખોબા જેવડા ગામમાં આવેલ સારંગપુર ધામની વાત કરીએ. સારંગપુર ગામમાં હનુમાનજીનું ભવ્યને ચમત્કારિક મંદિર આવેલું છે. એ મંદિરના જેટલા ચમત્કારોનું વર્ણન કરીએ એટલું ઓછું પડે.
ગુજરાતનાં બોટાદ જિલ્લાના બરવાળા પાસે આવેલ નાનકડા સારંગપૂર ગામમાં કષ્ટભંજન હનુમાન બિરાજેલ છે. જે આજે સારંગપુર હનુમાનના નામે ખ્યાતી પામ્યું છે. અહીં આવનાર ભક્તને માત્ર દર્શનથી જ હનુમાનજી તેના જીવનના બધા જ દુખો દૂર કરી દે છે ને સાથે સાથે ક્યારેય કોઈ શત્રુપીડા કે પછી ગ્રહ પીડા નડતી નથી.
આશરે આજથી 170 વર્ષ પહેલા આ મંદિરનું નિર્માણ થયું હતું, આ મંદિરનો પાયો સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત સ્વામી ગોપાલનંદ સ્વામીએ એ આ મંદિરનો પાયો નાખ્યો હતો.
સારંગપૂરનું આ મંદિર ભૂત પ્રેતની બધાના નિવારણ માટે ખૂબ જ પ્રખ્યાત છે, મેલી જમીનમાં પગ પડી જવો, કે પછી જો કોઈ વ્યક્તિ પર ખરાબ આત્માની નકારાત્મક અસર હોય તો આ મંદિરમાં આવીને તેને દૂર કરવામાં આવે છે, માત્ર હનુમાનજીના દર્શન માત્રથી જ એ વ્યક્તિ એ બધી નકારાત્મક અસરમાથી મૂકત થાય છે ને તેના જીવનમાં સુખી થાય છે.
એવું કહેવાય છે કે આ મંદિરની સ્થાપના ગોપાલનંદ સ્વામી દ્વારા આ ગામના લોકોના કષ્ટ દૂર કરવા માટે જ કરી હતી. એક સમય એવો હતો કે આ ગામમાં કોઈ વ્યક્તિ કે સાધુ સંતો આવવા માટે રાજી પણ ન હતા. એવા સમયમાં વાધા ખાચરની વાત સાંભળીને ગામજનોના કલ્યાણ માટે આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.
આજે આ ગામમાં રોજ પાંચ હજારથી પણ વધારે લોકો માત્ર દર્શન કરવા માટે આવે છે. જ્યારે શનીવાર કે મંગળવાર હોય ત્યારે અહી આવનાર ભક્તોની સંખ્યા ત્રણ ગણી વધી જાય છે.
સાળંગપુર ગામમાં આ હનુમાન મંદિરના પરિસરમાં વિશાળ સ્વામિનારાયણ મંદિર પણ આવેલું છે. એ ઉપરાંત આ મંદિર દર્શન કરવા આવતા લોકોનું મુખ્ય આકર્ષણ નારાયણ કુંડ રહે છે ને સારંગપુર ગામથી થોડે દૂર કુંડળ સ્વામિનારાયણ ધામ આવેલું છે. જે પિકનિક પેલેસ તરીકે પણ ઓળખાય છે. તો તમે એક દિવસનું આયોજન બનાવી સારંગપુર ને કુંડલધામનો પ્રવાસ ગોઠવી શકો છો.
તેમજ સારંગપુર મંદિરમાં બિરાજેલ હનુમાનજીએ નારી સ્વરૂપે પનોતીને પોતાના પગમાં દબોચીને રાખેલ છે. એટ્લે આ મંદિરે દર્શન કરવા આવનાર ભક્તને પનોતીની પીડા ક્યારેય નડતી નથી.
Search :- apnubhavnagar
Instagram:-https://instagram.com/apnubhavnagar
Facebook:-https://fb.com/apnubhavnagar