Friday, June 9, 2023
Home News કેજરીવાલ સરકારનો દિલ્હીવાસીઓ માટે મહત્વનો નિર્ણય

કેજરીવાલ સરકારનો દિલ્હીવાસીઓ માટે મહત્વનો નિર્ણય

કેજરીવાલ સરકારનો દિલ્હીવાસીઓ માટે મહત્વનો નિર્ણય ફિક્સ્ડ વીજ ચાર્જમાં 50% નો ઘટાડો.


દિલ્હી સરકારે ઉદ્યોગોને નિયત વીજ ચાર્જમાં મોટી રાહત આપી છે. ડીઇઆરસીએ બિન-ઘરેલું, વ્યાપારી અને ઓદ્યોગિક ગ્રાહકો માટે ફિક્સ ટેરિફમાં 50 ટકાનો ઘટાડો કર્યો છે.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે, સંકટની આ ઘડીમાં સરકાર દિલ્હીની જનતાની સાથે ઉભી છે.

ફિક્સ ચાર્જમાં આ રાહત લાખો લોકોને કોરોનાને કારણે મુશ્કેલીઓનો સામનો કરવામાં મદદ કરશે.

આ બિન-ઘરેલું અને વ્યાપારી વપરાશકર્તાઓ માટે આ મોટી રાહત રહેશે.

આનાથી 44 હજાર ઔદ્યોગિક ગ્રાહકો અને લગભગ 10 લાખ બિન-ઘરેલું, વ્યાપારી ગ્રાહકોને ફાયદો થશે.’

બિન-ઘરેલું, વેપારી અને ઔદ્યોગિક ગ્રાહકોની સમસ્યાઓ અને ઉદ્યોગ સંગઠનોની માંગને ધ્યાનમાં રાખીને,

દિલ્હી ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશને એપ્રિલ 2020 અને મે 2020 ના સંપૂર્ણ લોકડાઉન સમયગાળા દરમિયાન વીજળીના નિયત ચાર્જમાં 50 ટકાનો ઘટાડો કર્યો છે.

આ સમયગાળા દરમિયાન, આ ગ્રાહકોએ દર મહિને KVA દીઠ 250 રૂપિયાને બદલે દર મહિને કેવીએ દીઠ 125 રૂપિયા ચૂકવવાનાં રહેશે.


આ સમયગાળા દરમિયાન કુલ બિનઉપયોગી ક્ષમતા 80 ટકા હતી, જેમાંથી 84 ટકા બિન-ઘરેલું ગ્રાહકો અને 75 ટકા ઔદ્યોગિક ગ્રાહકો સંબંધિત છે.

દિલ્હીનાં વીજ પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું, “બિન-ઘરેલું અને વેપારી વપરાશકારો માટે તે મોટી રાહત આપશે.” આ મુક્તિ આપવા પર સરકારને લગભગ 160 કરોડ રૂપિયાનો ભાર સહન કરવો પડશે.

આનાથી લગભગ 44,000 ઔદ્યોગિક ગ્રાહકો અને 10 લાખ બિન-ઘરેલું અને વ્યાપારી ગ્રાહકોને લાભ થશે

RELATED ARTICLES

Most Popular

Recent Comments