દીપક સાઠેને 36 વર્ષનો અનુભવ હતો, 21 વર્ષ એરફોર્સમાં રહ્યા હતા. કોરોનાને કારણે વિદેશોમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાના મિશનમાં જોડાયેલા હતા.
એર ઇન્ડિયાના પાયલટ દીપક સાઠેનું શુક્રવારે કોઝિકોડમાં વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. જો કે, તેમણે પોતાના અનુભવ અને સમજણથી 169 મુસાફરોનો જીવ બચાવ્યા. જો વિમાનમાં આગ લાગત તો ઘણા લોકોના મોત નીપજતા. દીપકના પિતરાઇ ભાઇ અને મિત્ર નીલેશ સાઠેએ ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે કેવી રીતે દીપકે વિમાનને આગથી બચાવ્યું.
વિમાનના લેન્ડિંગ ગિયર્સે કામ કરવાનું બંધ કરી દીધું હતું. દીપકે ફ્યૂલ સમાપ્ત કરવા માટે એરપોર્ટના ત્રણ રાઉન્ડ લગાવ્યા હતા. વિમાને ત્રણ રાઉન્ડ બાદ લેન્ડ કર્યું. તેની રાઇટ વિંગ તૂટી ગઈ હતી. વિમાન ક્રેશ થતાં પહેલાં એન્જિન બંધ કરી દીધું હતું. તેથી, વિમાનમાં આગ લાગી ન હતી.
દીપકને 36 વર્ષનો અનુભવ હતો. તે એનડીએ પાસઆઉટ અને સ્વોર્ડ ઓફ ઓનર એવોર્ડી હતા. 2005માં એર ઇન્ડિયામાં જોડાતા પહેલા તે 21 વર્ષ સુધી એરફોર્સમાં હતા.
6 મહિના સુધી હોસ્પિટલમાં રહ્યા પછી લોકોએ વિચાર્યું કે તેઓ ફરીથી વિમાન ઉડાવી નહિ શકે નિલેશે કહ્યું કે 1990ના દાયકામાં દીપક વિમાન દુર્ઘટનામાં બચી ગયા હતા. તેમને માથાના ભાગે ઘણી ઇજાઓ થઈ હતી. 6 મહિના સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું.
કોઈએ વિચાર્યું નહોતું કે તેમના સ્ટ્રોંગ વિલ પાવરથી તેઓ ફરી પ્લેન ઉડાવી શકશે. બધા માટે આ એક ચમત્કાર હતો…
વંદે ભારત મિશનમાં જોડાવાનો ગર્વ હતો.. તેમણે ગયા અઠવાડિયે મને ફોન કર્યો હતો અને હંમેશાની જેમ ખુશ હતા. મેં વંદે ભારત મિશન વિશે વાત કરી. તેઓ અરબ દેશોમાં ફસાયેલા ભારતીયોની વતન વાપસી કરાવીને ખુશ હતા…
મેં પૂછ્યું – દીપક ઘણા દેશો મુસાફરોને એન્ટ્રી નથી આપી રહ્યા, તો શું તમે ખાલી વિમાન ઉડાવી રહ્યા છો? તેણે કહ્યું – એકદમ નહીં. અમે તે દેશો માટે ફળો, શાકભાજી અને દવાઓ લઈને જઈએ છીએ. વિમાન ક્યારેય ખાલી નથી જતા. આ તેમની સાથેની મારી છેલ્લી વાતચીત હતી.