ઉનાળો આવતા જ કેરી બધાનું પસંદગી ફળ બની જાય છે. પુરા ઉનાળામાં માત્ર કેરી અને તરબૂચ આ બે જ ફળ છે…
જે બધાનું દિલ જીતી લે છે. કેરીની વાત જ નિરાળી છે. બાળકોથી લઈને મોટા વ્યક્તિ સુધી કેરી બધાને સારી લાગે છે. ઘણા લોકો તો એને ઠંડી થવી અથવા ધોઈને ખાવાની રાહ જોતા નથી માત્ર માર્કેટ માંથી લઈને સીધી ખાઈ લે છે. એને જરાક પણ જોતા નથી કે આ કેવી છે અને સાફ પણ નથી કરતા.
ઘણી બધી ખાવાની વસ્તુ એવી હોય છે જેની સાથે બીજી અમુક વસ્તુનું સેવન કરવાની મનાઈ હોય છે. એનું સેવન સાથે કરવું આયુર્વિજ્ઞાનની અનુસાર નિષેધ હોય છે. એવું કરવું સ્વાસ્થ્ય પર ભારે પડે છે એટલું જ નહિ ઘણી વાર આ જાન લેવા સુધી સાબિત થઇ શકે છે,
જયારે પણ આપણે અડદથી બનેલી કોઈ વસ્તુ અથવા અડદની દાળનું સેવન કરીએ છીએ તો દહીંનું સેવન કરવાની મનાઈ હોય છે, કહેવામાં આવે છે કે આનું સેવન કરવાથી પાચન ખરાબ થવાની સાથે સાથે સફેદ ડાઘની પરેશાની પણ થઇ જાય છે. સાથે સાથે ત્વચા કાળી પડી જાય છે અને એની કોમળતા દુર થઇ જાય છે.
એવું જ કેરીની સાથે પણ છે જયારે પણ તમે કેરીનું સેવન કરો તો એ સમયે પણ અમુક વાતોનું ધ્યાન રાખવાની ખુબ જરૂર છે. કેરી ખાધા પછી ક્યારેય પણ કારેલાનું સેવન કરવું ન જોઈએ, કારણ કે કેરી મીઠી હોય છે અને કારેલા કડવા. જયારે આ બંને વસ્તુનું એક સાથે સેવન કરવામાં આવે છે તો એનાથી શરીરમાં રીએક્શન આવી શકે છે. એનાથી ઘણી વાર વ્યક્તિને ઉલટી થવા લાગે છે, અને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગે છે.
કેરીનું સેવન કર્યા પછી ક્યારેય પણ દહીં ખાવું ન જોઈએ. આ બંને વસ્તુનું એક સાથે સેવન કરવાથી આનો પ્રભાવ આપણા પાચન તંત્ર પર પડે છે, જેનાથી વ્યક્તિને કબજિયાત અને એસીડીટી જેવી સમસ્યાઓ થવા લાગે છે.