
સાત દિવસનો વાશી પેશાબ ખરજવા પર લગાવવાથી ખરજવું મટે છે.
ખારેકનો ઠળિયો બાળીને તેની રાખમાં હિંગ મેળવીને ખરજવા પર લગાવો.
તાંદળજાની ભાજીના રસમાં સાકર મેળવીને પીવાથી ખસ મટે છે.
ખરજવું થયું હોય તો ગાજર વાટીને તેમાં મીઠું નાખી ગરમ કરી ખરજવા પર લેપ કરો.
ખંજવાળ આવતી હોય તો તે ભાગ પર જવના લોટમાં તલનું તેલ અને છાશ મેળવી તેનો લેપ કરો.

કાંદાનો રસ ખરજવા પર લગાવવાથી તે મટી શકે છે.
દરાજ થઈ હોય તો રાઈને દહીંમાં ઘૂંટીને તેનો લેપ કરો.
ગાયના છાણનો પાટો બાંધવાથી ખરજવું મટે છે.
આખા શરીરે ખંજવાળ આવતી હોય તો સરસિયાના તેલનું માલિશ કરો.
તુવેરનાં પાન બાળીને દહીંમાં મેળવી ચોપડવાથી ખસ મટે છે.