ખોડિયાર માતાજીનો ઇતિહાસ
ખોડિયાર માતા હિંદુ ધર્મના એક દેવી છે. ખોડિયાર માતાજી ચારણ કન્યા હતા. તેમના પિતાનું નામ મામડિયા(મામૈયા) અને માતાનું નામ દેવળબા (મીણબાઇ) હતું. તેઓ કુલ સાત બહેનો અને એક ભાઈ હતાં. જેઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોડબાઈ, સાંસાઈ, જાનબાઈ (ખોડિયાર) અને ભાઈ મેરખિયો.
જાનબાઈનો જન્મ આશરે સાતમ મહા સુદ આઠમના દિવસે થયો હતો, આ દિવસે ખોડિયાર જયંતી ઉજવવામાં આવે છે. જાનબાઈનું નામ ખોડિયાર કેવી રીતે પડયું તેના વિશે પણ એક લોકકથા પ્રચલિત છે,
એક વખત મામડિયા ચારણનાં સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખૂબ જ ઝેરી ગણાય તેવા સાપે ડંખ ભર્યો. તેની જાણ મળતાં જ તેના માતા-પિતા અને સાતેય બહેનોનો ગભરાઈ ગઈ અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય શોધવા લાગી. તેવામાં કોઈએ ઉપાય કહ્યો કે, પાતાળલોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઊગે તે પહેલાં લાવવામાં આવે તો મેરખિયાનો જીવ બચે તેમ છે.
આ વાત સાંભળીને સૌથી નાના બહેન જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા. તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતાં હતાં, ત્યારે તેમને પગમાં ઠેસ વાગી અને તેમને ચાલવામાં તકલીફ પડી. આમ ઠેસ વાગવાથી બાઈ પાસે રહેલી બહેનને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડિ તો નથી થઈને?
ત્યારે ઝડપથી કુંભ લઈને ભાઈ પાસે આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી. જ્યારે તેઓ કુંભ લઈને આવ્યાં ત્યારે ખોડાતાં ખોડાતાં આવતાં હતાં. તેથી તેમનું નામ ખોડિયાર પડયું અને મગર તેમનું વાહન બન્યો. આજે જાનબાઈને ભાવિભક્તો આઈ શ્રી ખોડિયાર તરીકે પૂજે છે.પોસ્ટને વાંચવા બદલ આપનો આભાર આવીજ નવી નવી પોસ્ટને વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો…