ખોખડદડ એક એવું ગામ જ્યા જે વૃક્ષ ન વાવે તેના ઘરનું નળ કનેક્શન જ કાપી નંખાય છે.
રાજકોટ શહેરથી 11 કિ.મી. દૂર આવેલા ખોખડદડ ગામમાં ઘર આગળ વૃક્ષ ન હોય તેનું નળ કનેક્શન કાપી નંખાય છે. પંચાયત તરફથી પણ અપાતી સુવિધાઓ બંધ કરાય છે.
આ ઉપરાંત આ ગામમાં દર ચોમાસામાં દર પરિવારે ૨ વૃક્ષો વાવીને તેનો ઊછેર કરવો ફરજિયાત છે. જો કોઈ વ્યક્તિ વૃક્ષની ડાળી પણ કાપે તો તેને દંડ કરાય છે. ગ્રામ પંચાયતના આ પ્રકારના નિયમને કારણે આજે ગામમાં વૃક્ષોની સંખ્યામાં વધારો થયો છે.
ખોખડદડ ગામ એટલે : ઝાઝા ઝાડનું સરનામું.
ગામમાં 3000ની વસ્તી સામે વૃક્ષોની સંખ્યા 1500 છે. એટલે કે દર બે માણસે એક ઝાડ.
વૃક્ષ વાવવા જોઈએ કારણકે…
ગામ સ્વચ્છતા બાબતે પણ અવ્વલ છે. ગામનો કોઈપણ માણસ ગમે તે સ્થળે કચરો નાંખતા પકડાય તો રૂ. ૫૦૦થી માંડીને રૂ. ૧૦૦૦નો દંડ કરાય છે અને આ દંડની રકમ ગામની સ્વચ્છતા પાછળ વપરાય છે.
ગામમાં કોઇ સ્થળે ઉકરડો કરે તો તેમનું નળ જોડાણ કાપી નાખવામાં આવશે તેવો નિયમ બનાવ્યો અને સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી હતી.
આ અંગે ગામના રહેવાસી વલ્લભભાઈ ખૂંટ કહે છે કે, અનિયમિત વરસાદ અને વાતાવરણમાં ફેરફારો જેવી સમસ્યાને રોકવા વૃક્ષોનું જતન કરવું પડશે. તેથી જ ગામમાં પર્યાવરણ જાગૃતિના નિયમો બન્યા છે.
અમારા ઇન્સ્ટાગ્રામમાં ફોલૉવ કરો…
Search On instagram- @apnubhavnagar
https://www.instagram.com/apnubhavnagar