Tuesday, October 3, 2023
Home Festival ભારતમાં પતંગ ઊડાડવાની શરૂઆત ક્યારથી થઈ? જાણો.. મકરસંક્રાંતિની રસપ્રદ અને અજાણી વાતો..

ભારતમાં પતંગ ઊડાડવાની શરૂઆત ક્યારથી થઈ? જાણો.. મકરસંક્રાંતિની રસપ્રદ અને અજાણી વાતો..

ઉતરાયણ આવી રહી છે ત્યારે પતંગ રસિયાઓ આકાશને રંગબેરંગી પતંગોથી શણગારવાની તૈયારીને આખરી ઓપ આપી દીધો છે, ત્યારે આવો જાણીએ કે મકરસંક્રાંતિ વિશેની અમુક અજાણી વાતો, જેમાં સૂર્યનું એક નામ પણ પતંગ જ છે.

આ દિવસે પતંગ ઉડાડવાની પરંપરાનો ઉલ્લેખ રામચરિત માનસમાં તુલસીદાસે પણ કર્યો છે, તેમાં બાલકાંડમાં ઉલ્લેખ છે.

કે રામ ઈક દિન ચંગ ઉડાઈ ચંદ્ર લોક મેં પહોંચ ગઈ, ત્રેતાયુગમાં આવા ઘણા પ્રસંગ છે.

જ્યારે ભગવાન શ્રીરામે પોતાના ભાઈઓ અને હનુમાનજી સાથે પતંગ ઉડાવી હતી, આ મકરસંક્રાંતિનું પર્વ પ્રાચીન અને વ્યાપક છે..

ભારતમા મકરસંક્રાંતિ અનેક નામ અને રૂપ ધારણ કરીને પ્રચલિત છે જેમ કે,

પંજાબમાં લોહડી અને મહારાષ્ટ્રમા કિક્રાતિ અને ભોગી, અને બંગાળમાં સંક્રાંતિ,

તમિલનાડુ અને દક્ષિણ ભારત અને પશ્ચિમ બંગાળમાં પોગલ, ઉત્તર પ્રદેશમાં સંક્રાંત, પૂર્વ ઉત્તરપ્રદેશ અને બિહારમાં ખીચડી.

અને આપણા ગરવી ગુજરાતમાં મકરસંક્રાંતિ કે ઉત્તરાયણ તરીકે આપણે તેને ઉજવીએ છીએ,

આ મકરસંક્રાંતિએ આકાશ, પ્રકાશ, પ્રકૃતિ, સંસ્કૃતિ, દાન અને સૂર્ય ઉપાસનાનું અનેરું પર્વ છે,

પહેલા આ મકરસંક્રાંતિનો શોખ નવાબી શોખ કહેવાતો, હિન્દુસ્તાનમાં સર્વપ્રથમ 1750ની સાલમાં શાહઆલમના સમયમા પૂરજોશમાં થયો હતો,

નવાબો તેમજ શહેનસાઓએ આ પતંગબાજીને શાહી રમતનો દરજ્જો આપ્યો હતો..

તેમજ ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં આ ઉતરાયણ મોજ મજા અને આનંદનથી ઉજવાય છે.

સૌ પ્રથમ ઇસ, પૂર્વે 206માં પ્રથમ પતંગ ચગાવનાર ચીનના હ્યુઆન થેંગ હોવાનું માનવામાં આવે છે, તેમને પહેલી પતંગ ભમરા જેવી બનાવી હતી.

ચીનમાં પતંગનો ઉપયોગ લશ્કરમાં સંકેત તરીકે કરવામાં આવતો હતો, આ પતંગનો શોખ ઉડતા ઉડતા આગળ વધ્યો અને ભારત ખંડમાં, પશ્ચિમ એશિયામાં, ઇજિપ્તમાં અને ગ્રીસમાં વિગેરે આગળ આવ્યો..

RELATED ARTICLES

Most Popular

Recent Comments