ભાવનગર, કોળિયાકના નકળંકના મેળામાં ગુરૂવાર સાંજથી જ લોકો ઉમટી પડશે, ગુરુવાર અને શુક્રવાર એમ બે દિવસમાંજ લગભગ બે લાખથી વધું માણસો દરિયામાં સ્નાન કરશે. તંત્ર રહેશે ખડે પગે.
-જૂની પરંપરા મુજબ નિષ્કલંક મધ દરિયે બિરાજમાન મહાદેવના રાજવી પરિવાર દ્વારા પૂજન -અર્ચન કરી સ્તંભ પર પહેલી ધજા ચડાવ્યા બાદ મેળાનો પ્રારંભ થશે..
તેમજ મેળામા ભજન, કીર્તન, લોકડાયરો આ લોકમેળામાં યોજશે.. શુક્રવારે શ્રાવણ માસનો અંતિમ દિવસ હોય, ભાદરવી અમાસનો પવિત્ર દિવસમાં સ્નાન કરવા લખો માણસો રાજ્ય ભરમાંથી ઉમટી પડશે..
ભાવનગરની એસટી બસ ગુરુવાર રાત્રીથી જ શરૂ થશે, બસ સ્ટેશન, ઘોઘા જકાતનાકા, શિવાજી સર્કલ, થી બસ મળી શકશે. આ વર્ષે વરસાદની આગાહી વચ્ચે પણ માનવ મહેરામણ હર હર મહાદેવનુ નામ લઇ ઉમટી પડશે..
Story By -KMZ