Monday, January 30, 2023
Home Ajab Gajab કચ્છમાં આવેલી છે આ સુંદર ગુફાઓ, અનેક વાર કચ્છ ગયા હશો તો...

કચ્છમાં આવેલી છે આ સુંદર ગુફાઓ, અનેક વાર કચ્છ ગયા હશો તો પણ ખ્યાલ નહિ હોય.

કચ્છમાં આવેલી છે આ સુંદર ગુફાઓ, અનેક વાર કચ્છ ગયા હશો તો પણ ખ્યાલ નહિ હોય.

કચ્છના લખપત તાલુકામાં એક નાનું એવું ગામ આવેલું છે સિયોત. તમારે નક્શા પર બિલોરી કાંચ લઈને શોધવું પડે એટલા નાના એવા આ ગામમાં એક એવી જગ્યા આવેલી છે કે જે જેની સુંદરતા તમારુ મન ચોક્કસ મોહી લેશે. જે લોકો કચ્છ ઘણી વાર ફરવા ગયા હશે એમને પણ આ જગ્યા વિષે ખ્યાલ હશે નહિ. અહીંયા આપણે જે વાત કરી રહ્યા છે એ કચ્છમાં આવેલી સિયોત ગુફાઓ બૌદ્ધ કાળમાં બનાવવામાં આવી હતી. એ ગુફાઓ કટેશ્વર બૌદ્ધ ગુફા તરીકે પણ જાણીતી છે. સિયોતમાં પાંચ શૈલ ગુફાઓ આવેલી છે અને એ સુંદરતામાં સાચે જ બેજોડ છે.
શું છે એની ખાસિયત?

પાંચ ગુફામાંથી જે મુખ્ય ગુફા છે એનું મુખ પૂર્વ દિશા તરફ છે. એમાં પ્રદક્ષિણાપથ અને પરસાળ હોવાથી એ પહેલી કે બીજી સદીનું શિવમંદિર હોવાનો અંદાજો બાંધવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ગુફાઓ બૌદ્ધ સાધુઓ ઉપયોગમાં લેતા હતા. અહીંયાથી બૌદ્ધ મુદ્રા અને બ્રાહ્મી લિપિના લખાણો પણ મળી આવેલ છે. બધી જ ગુફામાં માત્ર એક જ ખંડ તમને જોવા મળે છે.

પુરાતત્વ વિભાગને મળેલ અમૂલ્ય એવી ચીજવસ્તુઓ.

સૌજન્યઃ ગુજરાત ટુરિઝમ

1988-89માં પુરાતત્વ વિભાગે આ ગુફાઓમાં ખોદકામ પોતાને હાથ ધર્યું હતું. તો એ સમયે એમને બૌદ્ધ મુદ્રાઓ, બ્રાહ્મી અને દેવનાગરી લિપિના લખાણ, તાંબાની વીંટી, સિક્કા, ટેરાકોટાનો નંદી, માટીના વાસણો, ઘંટ તથા સાંકળ વગેરે જેવી ઘણી અમૂલ્ય ચીજો મળી આવી હતી. માટીની ઉંમર કેટલી છે એ પારખવાની પદ્ધતિમાંથી એવું જાણવા મળ્યું છે કે આ જગ્યાને બૌદ્ધ સાધુઓ ઉપયોગમાં લેતા હતા. એ પછી બારમી કે તેરમી સદીમાં એનો શિવ મંદિર તરીકે ઉપયોગ થવા લાગ્યો હતો.

કેટલી દૂર છે?

આ ગુફાને 2001 માં આવેલા ભૂકંપમાં પણ ઘણું નુકસાન થયું હતું અને પછી ત્યાં જરૂરી સમારકામ પણ કરવામાં આવ્યું હતું. આ ગુફાની નજીક એક બીજુ આકર્ષણ છે એક વાવનું. ગુફાની નજીક તમને એક પ્રાથમિક કક્ષાની વાવ જોવા મળશે. ભૂજથી સિયોતની ગુફા 130 કિ.મી જેટલા અંતરે આવેલી છે અને સિયોત ગામથી એનું અંતર આશરે 5 કિ.મી જેટલું છે.

તમને શું જોવા મળશે?

જો તમે આ પ્રાચીન ગુફામાં પ્રવેશ કરશો તો કદાચ ચામાચિડીયા તમને સ્વાગત કરવા તૈયાર જ જોવા મળશે. આ ગુફામાં કેટલીક પ્રાચીન પ્રતિમાઓ પણ આવેલી છે. જો તમે આ ગુફામાં સમય વિતાવશો તો તમને પ્રાચીન સંસ્કૃતિના ભવ્ય વારસાની અનુભૂતિ ચોક્કસ કરાવશે. જો તમે ઐતિહાસિક સ્થળોની મુલાકાત શોખીન છો તો ભારતની સૌથી પ્રાચીન ગુફાઓમાંની એક સિયોત ગુફાની મુલાકાત ચોક્કસ લેવા જેવી છે. જો તમે ગુફામાં કોઈ લોકલ ટૂરિસ્ટ ગાઈડને સાથે લઈને જશો તો તમને વધારે મજા આવશે.

કોટેશ્વર મંદિરઃ

સિયોત ગુફા પાસે જ કોટેશ્વર શિવનું મંદિર આવેલું છે. વાયકા પ્રમાણે રાવણે તપસ્યા કરી હતી એટલે શિવજીએ એને શિવલિંગ સ્વરૂપે એક વરદાન આપ્યું હતું પણ રાવણે પોતાના ઘમંડમાં મૂળ શિવલિંગને જમીન પર મૂકી દીધું અને એ જઈને કોટેશ્વરની જમીન પર પડ્યું હતું અને રાવણની આટલી ઘોર બેદરકારીના સજારૂપે આ શિવલિંગના અસંખ્ય લિંગો સર્જાયા અને એમાંથી રાવણ પોતાના મૂળ શિવલિંગને ઓળખી જ ના શક્યો અને પોતે બીજુ લિંગ ઊઠાવીને ચાલ્યો ગયો. જે જગ્યાએ મૂળ લિંગ રહી ગયું એ પછી કોટેશ્વર મહાદેવનું મંદિર બની ગયું એવી લોક વાયકા રહેલી છે. એની રસપ્રદ વાત તો એ છે કે આ મંદિર ભારતની સરહદે આવેલું છે અને એ પછી તમે પાકિસ્તાનની હદ શરૂ થતી હોય એવું જોઈ શકાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments