Thursday, September 28, 2023
Home News એક આધેડ યુવતીનો વીડિયો ઉતારી રહ્યો હતો યુવતીએ આપ્યો તેને મેથી પાક

એક આધેડ યુવતીનો વીડિયો ઉતારી રહ્યો હતો યુવતીએ આપ્યો તેને મેથી પાક

એક આધેડ યુવતીનો વીડિયો ઉતારી રહ્યો હતો યુવતીએ આપ્યો તેને મેથી પાક

અમદાવાદમાં એક આધેડ યુવતીનો વીડિયો ઉતારી રહ્યો હતો, અને યુવતીને જાણ થયા બાદ આપ્યો તેને મેથી પાક..


અમદાવાદ : અમદાવાદના (Ahmedabad) ચાંદખેડા વિસ્તારમાં યુવતીનો વીડિયો (video) બનાવનાર આધેડને યુવતીઓએ (Girls Beaten man) સબક શીખવાડ્યો છે.

જગતપુર રોડ પર આવેલ સેવી સ્વરાજ આકાંશા ફ્લેટ નજીક આધેડ વયનો પુરુષ યુવતીનો વીડિયો બનાવી હોવાની જાણ યુવતીઓને થઈ હતી.

ફરિયાદી યુવતીનો આરોપ છે કે તેને આધેડ નો મોબાઈલ લઈને તેમાં તપાસ કરતા તેઓનો વીડિયો મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

જેથી આસપાસની યુવતીઓ એકઠી થઈને આધેડને માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો (Viral Video) પણ ધૂમ વાયરલ થયો છે જેમાં રણચંડીઓએ મળીને મનચલા આધેડને ધોઈ નાખ્યો છે.

એક તરફ દેશમાં બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે યુવતીના મતે તેનો વીડિયો ઉતારનાર શખ્સના આવા હાલ કરવાથી સમાજમાં એક સ્ટ્રોંગ મેસેજ જશે કે દીકરીઓ અબળા નથી સબળા છે.

તેમની છેડતી કરી તો ભારે પડશે. આ બનાવમાં દીકરીઓએ આધેડની ધોલાઈ કર્યા બાદમાં પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવતીની ફરિયાદ નોંધીને આરોપી ની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

આરોપી એ.સી રિપેરીંગ નું કામ કરે છે અને CTM ચાર રસ્તા પાસે રહેતો હોવાનું જાણવા મળ્યું છે.

આ મામલે પીડિત યુવતીએ જણાવ્યું કે ‘હું અને મારી ફ્રેન્ડ અમે શાક વાળાને ત્યા ઊભા હતા ત્યારે એ ભાઈ નજીકમાં ઊભા હતા તેમના ફોનની ફ્લેશ લાઇટ શરૂ હતી.

અને તેમનો ફોન કાનથી પણ દૂર હતો. મને શંકા ગઈ કે કોઈ મારો વીડિયો કે ફોટો લઈ રહ્યું છે એટલે મેં કહ્યું કે અંકલ તમારો ફોન બતાવો.

એમણે ફોન ન આપ્યો એટલે મને શંકા ગઈ કે ચોક્કસ મારો વીડિયો છે. મેં તેમનો ફોન ઝૂંટવી લીધો અને ચેક કર્યો તો તેમના ફોનમાંથી વીડિયો નીકળ્યો

RELATED ARTICLES

Most Popular

Recent Comments