
આર્ષ વિવાહ:
• જ્યારે વરપક્ષ દ્વારા કન્યાના પિતાને ગાય અથવા બળદની જોડી આપીને લગ્ન કરવામાં આવે છે, તેને આર્ષ વિવાહ કહેવાય છે. પરંતુ આવા પ્રકારના વિનિમયનો હેતુ ફક્ત યજ્ઞકાર્યનો હતો.

પ્રાજાપત્ય વિવાહ:
• આ વિવાહમાં પિતા પોતાની પુત્રીના લગ્ન તેની સંમતિ વિના કોઈપણ યોગ્ય વર સાથે કરે છે.
• જેનો હેતુ વંશ વારસો આગળ વધારવાની સાથે નાગરિક અને ધાર્મિક ફરજોનું એક સાથે પાલન કરવાનો રહેતો.

બ્રહ્મવિવાહ:
• જેમાં વર અને વધૂ બંને પક્ષની સંમતિથી, કન્યાના લગ્ન સમાન વર્ગના યોગ્ય વર સાથે નક્કી કરવામાં આવે છે.
• લગ્ન બાદ કન્યાપક્ષની ક્ષમતા અનુસાર દક્ષિણા કે ભેટ આપી વરકન્યાને વિદાય કરવામાં આવે છે.

દેવ વિવાહ:
• દેવ લગ્નમાં, પિતા તેમની પુત્રીના લગ્ન એક વિશેષ ધાર્મિક વિધિ (દેવયના) કરતા પૂજારી સાથે કરાવતા હતા.
• આ પ્રકારના લગ્નમાં કન્યાને દક્ષિણાના રૂપે આપવામાં આવતી હતી.

આસુર વિવાહ:
• કોઇ પુરૂષ દ્વારા કન્યાપક્ષને ધન આપીને લગ્ન કરવાને આસુર વિવાહ કહેવાય છે.
• આ લગ્ન એક પ્રકારનો સોદો હતો, જે પૈસા કે અન્ય કિંમતી વસ્તુઓ આપીને કરવામાં આવતો હતો.
ગાંધર્વ વિવાહ:
• પરિવારના સભ્યોની સંમતિ વિના, વર અને કન્યા એકબીજાની ઈચ્છાથી કોઈપણ રીત રિવાજ વિના કરવામાં આવે તેને ગાંધર્વ વિવાહ કહેવાય છે.

રાક્ષસ વિવાહ:
• યુવતીનું અપહરણ કરીને તેની સાથે બળજબરીથી લગ્ન કરાવવાને રાક્ષસ વિવાહ કહેવાય છે.
• એવું માનવામાં આવે છે કે રાક્ષસ વિવાહનો ઉદ્દભવ યુદ્ધથી થયો હતો.

પૈશાચ વિવાહ:
• જ્યારે ચોરીછુપીથી કોઈ વ્યક્તિ નિંદ્રાધીન, નશો કરતી કે વિકલાંગ કન્યાને ફસાવી લગ્ન કરે તેને પૈશાચ વિવાહ કહે છે.
• વિવાહના આ બધા પ્રકારોમાં બ્રહ્મ વિવાહ શ્રેષ્ઠ માનવામાં આવતા, જ્યારે રાક્ષસ અને પૈશાચ વિવાહ હિન ગણવામાં આવતા.