આજે શરદ પૂર્ણિમા છે. આ તિથિ ધાર્મિક રીતે ખુભ મહત્વ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાની રાત્રે માતા લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે. માતા લક્ષ્મી ભક્તોને ઘરે ઘરે આશીર્વાદ આપે છે.
ધાર્મિક માન્યતા એવી છે કે શરદ પૂર્ણિમાની રાત્રે વિશેષ ઉપાય કરવાથી ધનવર્ષા ઘરમાં થાય છે. અમે તમને આ ઉપાય વિશે બતાવશું –
શરદ પૂર્ણિમાની રાત્રે મોડી રાત સુધી જાગવું જોઈએ અને આ રાત્રે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીનું નામ લીધા વિના સૂવું જોઈએ નહીં. શરદ પૂર્ણિમા પર માતા લક્ષ્મીના મંત્રનો જાપ પણ કરવો જોઇએ.શરદ પૂર્ણિમાની રાત્રે હનુમાનજીની સામે ચાર દીવડાઓ પ્રગટાવવા જોઈ.
શરદ પૂર્ણિમાને કારજ મુક્ત પૂર્ણ ચંદ્ર પણ કહેવામાં આવે છે. આ રાત્રે લક્ષ્મીની પૂજા કરવાથી તમામ દેવાથી મુક્તિ મળે છે.શરદ પૂર્ણિમાની રાત્રે દેવી લક્ષ્મીનું સ્વાગત કરવા માટે પૂર્ણિમાની સવારે સ્નાન કરો અને તુલસીને ભોગ, દીવો અને જળ ચઢાવો..
શરદ પૂર્ણિમા પર લક્ષ્મીની પૂજામાં સોપારી રાખવી જોઈએ. લક્ષ્મીને સોપારી ખૂબ જ પ્રિય છે.પૂજા કર્યા પછી સોપારી ઉપર લાલ દોરો લપેટીને અક્ષત, કુમકુમ, પુષ્પ વગેરેથી પૂજા કરો અને તેને તિજોરીમાં રાખો, ક્યારેય પૈસાની તંગી નહીં થાય.