દુઃખદ ઘટના! Online ક્લાસમાં મહિલા પ્રોફેસરની તબીયત લથડી, વિદ્યાર્થીઓ સામે જ coronaથી થયું મોત..
ઓનલાઈન ક્લાસ દરમિયાન જ્યારે વિદ્યાર્થીઓને પ્રોફેસરની હાલત ખરાબ લાગતી દેખાઈ તો તેમણે એમ્બ્યુલન્સ મોકલવા માટે ઘરનું એડ્રેસ પૂછ્યું હતું.
આર્જેન્ટીનાઃ અત્યારે કોરોના વાયરસના (coronavirus) કહેર વચ્ચે મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓ ઓનલાઈન ક્લાસ (Online class) ચલાવીને વિદ્યાર્થીઓને ભણાવી રહી છે.
જોકે, ઓનલાઈન ક્લાસ દરમિયાન એક કરૂણ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. વીડિયો મીટિંગ એપ Zoom ક્લાસ લેતા સમયે એક પ્રોફેસરની (Professor) તબીયત બગડી હતી. અને તેમનું મોત થયું હતું.
પ્રોફેસર ગત સપ્તાહથી કોરોના વાયરસ (covid-19)થી લડી રહી હતી. તેમને કફની સમસ્યાના હોવા છતાં પણ ક્લાસ લઈ રહી હતી. ઓનલાઈન ક્લાસ દરમિયાન જ્યારે વિદ્યાર્થીઓને પ્રોફેસરની હાલત ખરાબ લાગતી દેખાઈ તો તેમણે એમ્બ્યુલન્સ મોકલવા માટે ઘરનું એડ્રેસ પૂછ્યું હતું.
પરંતુ પ્રોફેસર માત્ર એટલું જ જણાવી શકી કે ‘હું નથી જણાવી શકતી.’ આ દુઃખદ ઘટના આર્જેન્ટીનામાં બની છે. બુધવારે મહિલા પ્રોફેસરનું કોરોના વાયરસના કારણે મોત થયું હતું. ઓનલાઈન ક્લાસ લેતા સમયે તેમને શ્વાંસ લેવામાં તકલીફ થવા લાગી હતી.
આઓલા ડી સિમોને નામની મહિલા પ્રોફેસરની ઉંમર 46 વર્ષની હતી. Universidad Argentina de la Empresaની આ મહિલા પ્રોફેસરે આ પહેલા એક ટ્વિટ પોસ્ટ કરીને જણાવ્યું હતું. ચાર સપ્તાહથી તેઓ કોરોના વાયરસથી લડી રહી હતી.
જોકે, આ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓને ભણાવવાનો નિર્ણય કર્યો હતો. યુનિવર્સિટીના પ્રોફેસરના નિધન ઉપર શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. અને કહેવામાં આવી રહ્યું છે કે તેઓ 15 વર્ષથી સરકાર અને આંતરરાષ્ટ્રીય સંબંધ વિભાગમાં ભણાવી રહી હતી. ઉલ્લેખનીય છે કે દુનિયામાં કોરોના વાયરસથી કુલ 2.67 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.