અલંગમાં લીલાગ્રુપના પ્લોટ ખાતે 2000થી વધુ કામદારો માટે વિનામુલ્યે ભોજનની વ્યવસ્થા..
લોકડાઉનની સ્થિતિમાં અલંગ શિપયાર્ડમાં કામદારોને ભોજન સહિતની મુશ્કેલીઓ ન પડે તે માટે શિપબ્રેકરો દ્વારા સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે.લીલાગ્રુપના કોમલકાંત શર્માના પ્લોટ નં.2 ખાતે અલંગના શ્રમિકો માટે ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.
પ્રતિદિન2000 જેટલા શ્રમિકો અહીં સોશ્યલ ડિસ્ટન્સ જાળવી ભોજનનો લાભ લઇ રહ્યા છે.લીલાગ્રુપ પરિવાર દ્વારા કોઈ શ્રમિકને અગવડ ન પડે તે માટે પૂરતી કાળજી લેવામાં આવી છે.
આ ઉપરાંત શ્રમિકોને જીવનજરૂરી ચીજવસ્તુઓ મળી રહે તે માટે શિપબ્રેકરો દ્વારા અનાજ સહિતની કીટ તૈયાર કરવામાં આવી રહી છે.અલંગના પ્લોટ ધારકો દ્વારા આ કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત રેડક્રોસ સોસાયટી દ્વારા પણ આરોગ્ય સેવાની સાથોસાથ કામદારોને કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.