ભારતમાં નવા ટ્રાફિક નિયમ બાદ ભારે મેમો ફટકારવામાં આવી રહ્યાં છે. અમુક વખતે ઓનલાઈન મેમો તો આવી ગયો હોય છે પણ તેની જાણ વાહનચાલકને હોતી નથી. અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે તમારા વાહનને મેમો મળ્યો છે કે નહીં તે અંગે જાણી શકશો.
1. પહેલાં તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં જઈને echallan.parivahan.gov.in વેબસાઈટ પર જાઓ. 2. ત્યારબાદ વેબસાઈટમાં તમને Check Challan Status એવું ઓપ્શન જોવા મળશે તેની પર ક્લિક કરો.
3. હવે તમને 3 ઓપ્શન મળશે જેમાં વાહન નંબર, ચલણ નંબર, ડ્રાઈવિંગ લાઈસન્સ નંબર નાખવાનું જણાવવામાં આવશે. 4. જેમાં તમે કોઈપણ એક ઓપ્શન નક્કી કરો અને તેની ડિટેલ્સ ભરો. બાદમાં Get Detail પર ક્લિક કરો.
READ તાલાલામાં કેસર કેરી પકવતાં ખેડૂતો કેમ મુકાયા ચિંતામાં?
5. જો તમારો કોઈ ઓનલાઈન મેમો ભરવાનો બાકી હશે તો વેબસાઈટ પર તરત જ દેખાશે નહીં તો Challan Not Found એવું સ્ક્રિન પર લખેલું આવશે.આમ જો તમે મેમો ભરવાનો બાકી હોય તો તમે ઓનલાઈન ભરી શકો છો. જો Challan Not Found એવું ઓપ્શન દેખાઈ તો તમારે કોઈ જ પ્રકારનું ચલણ ભરવાની જરુર નથી. અહિંયા માત્ર તમારા વાહનને મળેલાં ઓનલાઈન મેમોની જ વિગતો દર્શાવવામાં આવશે.