LICએ ક્રેડિટ કાર્ડ દ્વારા પ્રીમિયમ પેમેન્ટ કરવા પર મોટી રાહત આપી છે, દેશની લાઈફ ઈન્શ્યરોન્સ બિઝનેસમાં LICનો 70 ટકા કરતાં વધુ હિસ્સો છે, LICએ ગ્રાહકો માટે Mylic App લોન્ચ કરી છે. તેના દ્વારા ગ્રાહકો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી શકે છે..
યુટિલિટી ડેસ્ક. ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન (LIC)એ ક્રેડિટ કાર્ડ દ્વારા પ્રીમિયમ પેમેન્ટ કરવા પર મોટી રાહત આપી છે. દેશની સૌથી મોટી જીવન વીમા કંપનીએ ક્રેડિટ કાર્ડથી પ્રીમિયમની ચૂકવણી કરવા પર લગાવવામાં આવતા સુવિધા શુલ્કને નાબૂદ કરી દીધો છે..
આ નિયમ 1 ડિસેમ્બરથી લાગુ થઈ ગયો છે. LICના જણાવ્યા પ્રમાણે, હવેથી ક્રેડિટ કાર્ડ દ્વારા રિન્યુઅલ પ્રીમિયમ, નવા પ્રીમિયમ, લોનની ચૂકવણી, પોલિસી પર લેવામાં આવતું લોનનું વ્યાજ વગેરેની ચુકવણી પર કોઈ ચાર્જ લેવામાં આવશે. દેશની લાઈફ ઈન્શ્યરોન્સ બિઝનેસમાં LICનો 70 ટકા કરતાં વધુ હિસ્સો છે..
Mylic Appથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવું..
LICના જણાવ્યા પ્રમાણે, નવી સુવિધા અંતર્ગત ક્રેડિટ કાર્ડ દ્વારા સમગ્ર દેશમાં રહેલા ક્લેક્ટિંગ સિસ્ટમ, કાર્ડલેસ પેમેન્ટ અને પોઈન્ટ ઓફ સેલ મશીન દ્વારા કાર્ડ ડિપ/સ્વાઈપ કરીને ચુકવણી કરી શકાય છે. આ તમામ ટ્રાન્ઝેક્શન સંપૂર્ણપણે ફ્રી રહેશે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે LICએ ગ્રાહકો માટે Mylic App લોન્ચ કરી છે. તેના દ્વારા ગ્રાહકો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી શકે છે..
Source – LIC News