લીલા ચણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. ખાસ તો જયારે લીલા ચણા પલાળીને ખાવામાં આવે ત્યારે વધુ ફાયદો થાય છે. તેને પલાળવા માટે, તેને પાણીથી ભરેલા બાઉલમાં આખી રાત પલાળી રાખો અને બીજા દિવસે સવારે તેને ખાઓ. તમે તેને અંકુરિત થયા પછી પણ ખાઈ શકો છો.
શરીરને ફોલેટ મળે છે…
લીલા ચણા ખાવાથી શરીરને ભરપૂર માત્રામાં ફોલેટ મળે છે. વિટામિન B9 અથવા ફોલેટથી ભરપૂર હોવાને કારણે, લીલા ચણા મૂડ સ્વિંગ, ચિંતા અને ડિપ્રેશન જેવી સમસ્યાઓને દૂર રાખે છે. તેનું શાક ખાઈ શકાય છે અથવા તેને દાળની જેમ રાંધીને ખાઈ શકાય છે.

વજન ઘટાડવામાં મદદ મળે છે..
જીંજરા અથવા લીલા ચણાને ફાઇબરનું પાવરહાઉસ પણ કહેવામાં આવે છે. ફાઈબરથી ભરપૂર ખોરાક ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે કારણ કે આ પોષક તત્વો ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેનાથી ખાવાનું ઓછું થાય છે અને વજન ઓછું થાય છે.

સારું હૃદય આરોગ્ય..
લીલા ચણામાં સારી માત્રામાં મેગ્નેશિયમ અને પોટેશિયમ જોવા મળે છે, જે બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવાથી હૃદયને સ્વસ્થ રાખવામાં પણ મદદ મળે છે. લીલા ચણામાં પ્લાન્ટ સ્ટેરોલ સિટોસ્ટેરોલ પણ હોય છે જે વધુ પડતા કોલેસ્ટ્રોલને રોકવામાં મદદરૂપ થાય છે.

વાળ માટે..
વાળને પોષણ આપવા માટે આંતરિક રીતે લીલા ચણાનું સેવન કરી શકાય છે. આ ખાવાથી વાળને સારી માત્રામાં પ્રોટીન મળે છે, જે વાળ તૂટવા, ખરવા અને પાતળા થવાથી બચાવે છે.