Thursday, June 8, 2023
Home Lifestyle આ ઠંડીમાં ખાઓ લીલા ચણા! દૂર થઇ જશે! આ બીમારીઓ અને મળશે...

આ ઠંડીમાં ખાઓ લીલા ચણા! દૂર થઇ જશે! આ બીમારીઓ અને મળશે ભરપૂર પોષણ!

લીલા ચણામાં રહેલા પોષક તત્વો..
લીલા ચણામાં રહેલા પોષક તત્વોની સાથે અનેક પ્રકારના વિટામીન્સ હોય છે. લીલા ચણામાં ખાસ કરીને વિટામીન એ, સી, ઇ, કેનો સ્ત્રોત સારો હોય છે. આમાં પ્રોટીનની માત્રા વધારે હોય છે. આ સિવાય ડાયટરી ફાઇબર, સોડિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, સેલેનિયમ, આયરન, ફોલેટ, ફોસ્ફરસ, કેલરી, ફેટ્સ, કાર્બોહાઇડ્રેટ્સ, કેલ્શિયમ, ફેટી એસિડ, એમિનો એસિડ સહિત અનેક પ્રકારના મિનરલ્સ હોય છે.

લીલા ચણા ખાવાના ફાયદા..

બ્લેકઓફબાઇટ્સ ડોટ કોમ અનુસાર લીલા ચણામાં પ્લાન્ટ બેસ્ડ પ્રોટીનથી ભરપૂર હોય છે. આ માઇક્રોન્યૂટ્રિએન્ટ માંસપેશિઓને મજબૂત કરે છે. આ સાથે જ હાડકાંઓને મજબૂત કરવાનું કામ કરે છે. તમે માંસ-માછલીનું સેવન કરતા નથી તો ડાયટમાં લીલા ચણા ચોક્કસથી એડ કરો. લીલા ચણા ડાયટમાં એડ કરવાથી પ્રોટીનની ઉણપ પૂરી થાય છે.

વજન ઉતારી રહ્યા છો તો રસોડામાંથી ફેંકી દો આ વસ્તુઓ

લીલા ચણામાં ફોલેટનો સ્ત્રોત સારો હોય છે. તમે લીલા ચણા ખાઓ તો શરીરમાં ફોલેટની ઉણપ પૂરી થાય છે. ફોલેટ ડિપ્રેશન અને અન્ય માનસિક સમસ્યાઓથી બચાવે છે. વિટામીન બી9 એટલે કે ફોલેટની ઉણપ થવાથી ડિપ્રેશનની સમસ્યા થઇ શકે છે. પ્રેગનન્સીમાં ફોલેટની ઉણપની મહિલાઓને ગર્ભપાત, બર્થ ડિફેક્ટ્સ ભ્રૂણના વિકાસની સમસ્યા થઇ શકે છે.

લીલા ચણામાં સૌથી સારો સ્ત્રોત ફાઇબરનો પણ હોય છે, જે પેટમાં હેલ્ધી બેક્ટેરિયાના વિકાસને વધારે છે. આ સાથે જ અનેહેલ્ધી બેક્ટેરિયાને કારણે પેટમાં થતા રોકે છે. આ સાથે જ કોલન કેન્સર ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમથી તમને બચાવવાનું કામ કરે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments