Monday, October 2, 2023
Home Ayurved ભારતમાં મફતમાં મળતા લીમડાના દાતણ વિદેશમાં વેચાય છે, 24 ડોલરમાં!, વિદેશીઓ પણ...

ભારતમાં મફતમાં મળતા લીમડાના દાતણ વિદેશમાં વેચાય છે, 24 ડોલરમાં!, વિદેશીઓ પણ કરે છે લીમડાનું દાતણ, જાણો શા માટે ?

ભારતમાં મફતમાં મળતા લીમડાના દાતણ વિદેશમાં વેચાય છે 24 ડોલરમાં..

આપણે જાણીએ જ છીએ કે દાંતની નિયમિત સફાઈ કરવી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. આજે દાંતની સફાઈ માટે બજારમાં ઘણા બધા પ્રકારના સાધનો ઉપલબ્ધ છે. અને ઘણા પ્રકારના દંતમંજન પણ ઉપલબ્ધ છે.

પહેલાના જમાનામાં માત્ર દાતણનો જ ઉપયોગ કરવામાં આવતો હતો. ચોક્ક્સ ઝાડની પાતળી ડાળીને કાપીને તેનું જ દાતણ કરવામાં આવતું હતું. એ સાથે જ એમાં કેટલાક ઔષધિય ગુણો પણ સામેલ છે.

આ બધા જ ગુણોમાં જોવામાં આવે તો લીમડાનું દાતણ સૌથી શ્રેષ્ઠ સાબિત થયુ છે. આમ જોઈએ તો લીમડાના દાતણના આ ગુણો જોતાં નેચરલ ચિકિત્સા માટે પણ ઉપયોગી માનવામાં આવે છે.

લીમડાનું દાંતણ બનાવવા માટે એ જ ડાળીનો ઉપયોગ કરવો જે સુકાઈ ગઈ ના હોય. પછી તેને સારી રીતે દાંતથી ચાવીને ટુથ બ્રશ જેમ રેશા વાળું બનાવો. તો ચાલો આજે જોઈએ લીમડાના દાંતણના ફાયદાઓ.

કદાચ તમે આ વાંચીને હેરાન થઈ જશો, પરંતુ આ મોટા પ્રમાણમાં સાચું છે. કે દાંતથી તેનું દાતણ ચાવવાથી તેનો રસ આપણાં મોઢામાં બને છે, તે થુંકી નાખીયે છીએ, પણ તેને થૂંકવું જોઈએ નહી, ગળી જવું જોઈએ, આમ કરવાથી આંતરડાંની સફાઈ અને બ્લડ પુરી રીતે સાફ છે, તેમજ સાથે ત્વચા સંબંધિત રોગ પણ દૂર થઈ જાય છે.

લીમડાના દાંતણ કરવાથી એક ફાયદો એ પણ છે કે આથી પેઢાની મજબૂતાઈ વધે છે. દાંતણને ઉપરના દાંતમાં ઉપરથી નીચે તરફ અને નીચેનાં દાંતમાં નીચેથી ઉપર તરફ લઈ જાવ. તેનાથી પેઢા મજબૂત થશે.

જો તમે નિયમિત રૂપે લીમડાના દાંતણથી દાંતની સફાઈ કરો છો તો તમને પાયોરિયાની તકલીફ ક્યારેય થશે નહી. તેના માટે તમે દાંતણને દાંતમાં રાખી શકો છો અને તેને ઉપર નીચેના દાંતમાં રીતે ફેરવો. જેનાથી સફાઈ બરાબર થાય.લીમડાનું દાતણ નેચરલ માઉથફ્ર્રેશનરની પણ કામ કરે છે, જેનાથી મોઢામાંથી દુર્ગંધ નથી આવતી. આ દાંતણ તમે પાંચ મિનિટથી લઇને 15 મિનિટ સુધી કરી શકો છો. જો તમે દાંતણ કરો છો તો તમને બે મિનિટમાં જ તેનો પ્રભાવ જોવા નળશે. સવારે અને રાત્રે બે વાર દાતણ કરી શકાય છે.

આયુર્વેદ મુજબ લીમડો વૃક્ષોની ડાળીને દાતણ કહીં શકાય છે. આ બધા દાતણ કડવા રસના છે. હવે પ્રશ્ન ઊભો થાય છે કે કડવા રસના જ દાતણ ને પ્રાધાન્ય કેમ ?

આયુર્વેદમાં મુખપૃષ્ઠ માટે કફને અતિરિક્ત સ્થાને કહેવાય છે.સવારના સમય પણ કફ મુખ્ય થાય છે અને આખી રાત સુવાથી મુખમાં કફ ઉત્પન્ન થાય છે. જે કફ દોષનું નિવારણ કરે છે. માટે દાતણને કફ નાશક પણ કહ્યું છે. તમને જાણીને નવીન લાગશે કે અમેરિકામાં આ લીમડાનું દાતણ ૨૪ ડોલરમાં વેચાય છે જે આપને ભારતમાં મફતમાં મળે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments