વિશ્વભરમાં કોરોના વાયરસનાં ઝપેટમાં છે. ત્યારે(pm) દેશમાં પણ આ મહાહામરીએ હાહાકાર મચાવ્યો છે. કોરોના વાયરસની મહામારી વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૪મી માર્ચે દેશભરમાં 21 દિવસ માટે લોકડાઉન જાહેર કર્યું હતું. (pm)જોકે આ લોકડાઉન ૨૧ દિવસ બાદ ૧૪મી એપ્રીલે હટશે કે નહીં તેની અટકળો વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એવી સ્પષ્ટતા કરી દીધી છે કે હાલના સંજોગોમાં ૧૪મીએ લોકડાઉનને હટાવવું શક્ય નથી અને હજુ પણ લોકડાઉનનો સમયગાળો લંબાવવામાં આવી શકે છે.
પીએમ નરેન્દ્ર મોદીએ એવી સ્પષ્ટતા કરી દીધી છે, કે હાલના સંજોગોમાં ૧૪મીએ લોકડાઉનને હટાવવું શક્ય નથી.
પીએમ મોદીએ સાથે એમ પણ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં વધુ કઠોર નિર્ણયો લેવા પડે તેમ છે. વિપક્ષના નેતાઓની સાથે વીડિયો કોન્ફરન્સથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક યોજી હતી જેમાં તેમણે એવા સ્પષ્ટ સંકેતો આપી દીધા છે કે ૧૪મી તારીખે લોકડાઉનને હટાવવામાં નહીં આવે.
સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે હાલ દેશમાં સામાજિક ઇમર્જન્સી જેવી સ્થિતિ છે, અનેક રાજ્યોના મુખ્ય પ્રધાનોએ પણ મને લોકડાઉનનો સમય વધારવા માટે રજુઆત કરી છે. અમારા માટે લોકોનો જીવ બચાવવો વધુ મહત્વનો છે અને વર્તમાન પરિસ્થિતિને જોતા એમ લાગી રહ્યું છે કે લોકડાઉનને ૧૪મી તારીખે હટાવી લેવું શક્ય નથી.
હજુ કઠોર નિર્ણયો લેવા પડે તેવો સમય..
મોદીએ એમ પણ કહ્યું હતું કે આગામી દિવસોમાં હું ફરી એક વખત મુખ્ય પ્રધાનોની સાથે વાતચીત કરીશ. જોકે અત્યાર સુધીના મુખ્ય પ્રધાનોના જવાબ અને ભલામણ પરથી લાગી રહ્યું છે કે આગામી ૧૪મી તારીખે લોકડાઉન હટાવવું એટલુ સરળ અને યોગ્ય પણ નથી. હવે એવી શક્યતાઓ છે કે આગામી ૧૧મી તારીખે લોકડાઉન હટાવવું કે લંબાવવું તેનો અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે પણ હાલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહી દીધુ છે કે લોકડાઉન 14મીએ નહીં હટાવવામાં આવે, જોકે કેટલા દિવસ સુધી તેને લંબાવવામાં આવી શકે છે તે નિર્ણય પણ ૧૧મી તારીખે લેવામાં આવે તેવી શક્યતાઓ છે.
૧૪મી તારીખે લોકડાઉન હટાવવું એટલુ સરળ અને યોગ્ય પણ નથી
બુધવારે જે સર્વપક્ષીય બેઠક મળી હતી તેમાં વિપક્ષના નેતાઓએ પણ લોકડાઉનનો સમયગાળો લંબાવવાની માગણી કરી હતી. આ બેઠકમાં વિપક્ષના નેતાઓએ એવી ફરિયાદ કરી હતી કે દેશમાં કોરોના સામે લડી રહેલા ડોક્ટર, મેડિકલ સ્ટાફ, વર્કર, નર્સ બધા જ પાસે જોઇએ તેટલા પ્રમાણમાં પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્યૂપમેન્ટ (પીપીઇ) નથી અને બહુ જ મોટા પ્રમાણમાં તેની અછત છે..
અને તેથી સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા આ કર્મચારીઓ, ડોક્ટરો, નર્સ વગેરેનો જીવ પણ જોખમમાં છે. આ નેતાઓને બાદમાં સરકારના અિધકારીઓએ જે કામગીરી કરવામાં આવી તેની જાણકારી આપી હતી. આ બેઠકમાં કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ, શરદ પવાર, રામગોપાલ યાદવ, સતીષ મિશ્રા, ચિરાગ પાસવાન, સંજય રાવત વગેરે હાજર રહ્યા હતા.gstvnews