લંડન તા. ૬ : પ્રેમનો એકરાર તમે કેવી રીતે કરશો? ઘણી વખત ખોટી રીત ટ્રાય કરવાથી ઘણું નુકસાન ભોગવવું પડી શકે છે. આવી જ એક ઘટના ઈંગ્લેન્ડમાં સામે આવી છે.
શેફીલ્ડમાં એક યુવકે પોતાની પ્રેમિકાને લગ્નના પ્રપોઝ માટે ફુલ રોમેન્ટિક માહોલ બનાવ્યો. તેણે ફલેટમાં ૧૦૦ ટીલાઈટ કેન્ડલ (નાની મીણબતી) સળગાવી હતી.
થોડા સમય પછી આખા ઘરમાં લાગી ગઈ આગ અને બધુ જ બળીને થઈ ખાખ ગયું. સાઉથ યોર્કશાયર ફાયર એન્ડ રેસ્કયૂ સર્વિસે ટ્વીટર પર આ ઘટનાની જાણકારી આપી છે.
તેમણે ફોટોગ્રાફ શેર કરતા લખ્યું કે, ‘ધ્યાનથી જુઓ, શું દેખાઈ રહ્યું છે? જી હા, તમે સાચા છો, સેંકડો ટીલાઈટ કેન્ડલ્સ! જાણવા માગો છો કે અહીં શું થયું હતું? આ બધુ એક રોમેન્ટિક પ્રપોઝલ માટે હતું, જે બિલકુલ અલગ થઈ ગયું. બીજા લોકોએ શીખવા મળ્યું છે કે મીણબતીનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ’