Home Useful Information આ રીતે રાંધણ ગેસના બુકિંગ પર થશે ફાયદો

આ રીતે રાંધણ ગેસના બુકિંગ પર થશે ફાયદો

આ રીતે રાંધણ ગેસના બુકિંગ પર થશે ફાયદો 

સરકારી તેલ કંપની ઇન્ડેને(Indane) દિવાળી પહેલા તેના ગ્રાહકોને એક મોટી રાહત આપી છે. કંપનીએ સોશિયલ મીડિયા થકી આ અંગે માહિતી આપી છે. કંપનીએ ટ્વીટમાં લખ્યું કે રસોઈ ગેસ(Cooking Gas) ઉપભોક્તા હવે એમેઝોન પે(Amazon Pay)ના માધ્યમથી એલપીજી(Lpg Cylinder) સિલિન્ડરની બુકિંગ કરી શકે છે અને ઇંડેલ રિફલ માટે ઓનલાઇન પેમેન્ટ પણ કરી શકે છે.

આ સાથે જ કંપનીએ કહ્યું કે એમેઝોન પેના માધ્યમથી પહેલીવાર સિલિન્ડર બુક કરવા અને પેમેન્ટ કરવા પર ગ્રાહકોને 50 રૂપિયા સુધી કેશબેક(Cashback) મળી શકે છે. કંપનીએ કહ્યું કે આ કેશબેક માત્ર એકવાર જ મળશે. મીડિયા રિપોર્ટ મુજબ કેશબેકનો લાભ લેવા માટે ગ્રાહકે એમેઝોન એપના પેમેન્ટ ઓપ્શનમાં જવાનું રહેશે.

ત્યાર બાદ પોતાના ગેસ સર્વિસ પ્રોવાઇડરની પસંદગી કરવાની રહેશે અને અહીં પોતાનો રિજસ્ટર્ડ મોબાઇલ નંબર(Registered Mobile Number) અથવા એલપીજી નંબર એન્ટર કરવાનો રહેશે. ગ્રાહકે એમેઝોન પેના માધ્યમથી પેમેન્ટ કરવાનું રહેશે.

મીડિયા રિપોર્ટ મુજબ ઇન્ડેને રસોઈ ગેસના ગ્રાહકો માટે ગેસ સિલિન્ડર(Gas Cylinder) બુકિંગનો નવો નંબર જાહેર કર્યો છે. રિજસ્ટર્ડ મોબાઇલ નંબરથી ગેસ રિફિલ માટે સિલિન્ડર બુક કરાવી શકાય છે. કંપનીએ જણાવ્યું કે પહેલા એલપીજી ગેસ સિલિન્ડરની બુકિંગ માટે અલગ-અલગ સર્કિંલ માટે અલગ-અલગ મોબાઇલ નંબર હતા. ત્યારે હવે દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપનીએ(Petroleum Company) બધા સર્કિલ માટે એક જ નંબરની જાહેરાત કરી છે.

સોર્સ