Sunday, March 26, 2023
Home News શું તમારી ગેસ સિલિન્ડરની સબસિડી જમા નથી થતી?

શું તમારી ગેસ સિલિન્ડરની સબસિડી જમા નથી થતી?

શું તમારી ગેસ સિલિન્ડરની સબસિડી જમા નથી થતી?

શું તમે ગેસ સબસિડીનો લાભ લઇ રહ્યા છો? કેટલાક મહિનાથી સબસિડી ન આવવાથી શું તમે પરેશાન છો? તો પછી આ નંબર પર ફોન જોડી તમારી પરેશાની જણાવી તમે નિરાકરણ લાવી શકો છો.

સબસિડીની જાણકારી મેળવવાનો પણ હવે તમારી પાસે વિકલ્પ છે. તમે ઑનલાઇન ચેક કરી શકો છો અને ગેસ સબસિડી ન મળતાં તમે ફરિયાદ પણ કરી શકો છો. બાદમાં પેટ્રોલિયમ કંપનીઓ તાત્કાલિક તમારી ફરિયાદ પર પગલા ભરશે.

ગેસ સબસિડી ચેક કરવા માટે તમારે વેબસાઇટ www.mylpg.in પર લૉગઇન કરવું પડશે. અહીંયા તમને ત્રણ પેટ્રોલિયમ અને ગેસ કંપનીઓના નામ હોમપેજ પર જોવા મળશે.

તમારી પાસે જે કંપનીનું ગેસ કન્કેશન છે તેની પર ક્લિક કરો. બાદમાં ફીડબેકનો વિકલ્પ આવશે. અહીંયા માંગેલી માહિતી ભરવાની રહેશે.

ફીડબેકમાં તમારે તમારો રજીસ્ટર્ડ મોબાઇલ નંબર અને એલપીજીની આઈડી સબમિટ કરાવી પડશે. આ માહિતી જેવી તમે સબમિટ કરશો તેવી જ ગેસ સબસિડીની જાણકારી કોમ્પ્યુટર સ્ક્રીન પર જનરેટ થશે. તમારી ગેસ સબસિડી કોના ખાતામાં જમા થઇ ગઇ છે તેની પણ તમને જાણકારી મળી જશે.

જો તમને મળેલી જાણકારી ખોટી છે અથવા તમારા હિસ્સાની સબસિડી કોઇ બીજાની પાસે જતી રહીં છે. તો તેની ગંભીરતાને ધ્યાનમાં રાખી તમે તાત્કાલિક ફરિયાદ નોંધાવી શકો છો. વેબસાઇટ પર તમને ઑનલાઇન ફરિયાદ નોંધાવવાની તક મળશે. આ સિવાય તમે ટોલ ફ્રી નંબર 18002333555 પર કોલ કરીને પણ ફરિયાદ નોંધાવી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments