Home Sports BCCI : માહી માટે ફેરવેલ મેચ કરવા માગે છે..

BCCI : માહી માટે ફેરવેલ મેચ કરવા માગે છે..

BCCI : માહી માટે ફેરવેલ મેચ કરવા માગે છે..

BCCIના એક અધિકારીએ ન્યૂઝ એજન્સીને કહ્યું કે, ભારતીય ટીમની અત્યારે કોઈ આંતરરાષ્ટ્રીય શ્રેણી નથી. અમે IPL પછી કંઇક કરી શકીએ, કારણ કે ધોનીએ દેશ માટે ઘણું કર્યું છે.

તેઓ દરેક સન્માન માટે હકદાર છે. અમે હંમેશા ઈચ્છતા હતા કે ધોની માટે ફેરવેલ મેચ કરવામાં આવે, પરંતુ ધોની એક અલગ પ્રકારના ખેલાડી છે. તેમણે અચાનક નિવૃત્તિ જાહેર કરી.

કોઈ એવું વિચારી શકે નહીં કે તેઓ આટલી જલ્દી આવો નિર્ણય લેશે.
ધોની માટે સન્માન સમારોહ યોજાશે..


ધોનીએ હજી સુધી કોઈ અધિકારી સાથે વાત કરી છે? આ સવાલ પર અધિકારીએ કહ્યું, ના, પણ ખાતરી છે કે અમે IPL દરમિયાન તેમની સાથે ચોક્કસ વાત કરીશું.

તેઓ હા પાડે પછી ચોક્કસ સ્થાન પર મેચ અથવા શ્રેણી જરૂર કરાવીશું. જો તેઓ રમવાની ના પાડે તો અમે તેમના માટે સન્માન સમારોહ યોજવાનું નક્કી કર્યું છે. અમારા માટે તેમનું સન્માન કરવું તે ગર્વની વાત છે. ”


મહાન ખેલાડીને આ રીતે નહીં જવા દઈએ
આ અગાઉ ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર મદનલાલે પણ દિગ્ગજ વિકેટકીપર માટે સન્માન સમારોહ યોજવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે,

“જો BCCI ધોની માટે ફેરવેલ મેચ કરે તો હું સૌથી વધુ ખુશ થઈશ. તે મહાન ખેલાડી છે. તમે તેમને આ રીતે જવા નહીં દઈ શકો. માહીના ચાહકો તેમને ફરીથી રમતા જોવા માગે છે.”