Friday, December 1, 2023
Home Yojana માં અને માં વાત્સલ્ય કાર્ડ ધરાવનારા લોકો માટે નીતિન પટેલની મોટી જાહેરાત

માં અને માં વાત્સલ્ય કાર્ડ ધરાવનારા લોકો માટે નીતિન પટેલની મોટી જાહેરાત

માં અને માં વાત્સલ્ય કાર્ડ ધરાવનારા લોકો માટે નીતિન પટેલની મોટી જાહેરાત

માં અને માં વાત્સલ્ય કાર્ડ ધરાવનારા લોકો માટે નીતિન પટેલની મોટી જાહેરાત

ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ગંભીર બિમારીઓમાં વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અગાઉ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા માં યોજના અને માં વાત્સલ્ય યોજનાનો અમલ કરવામાં આવ્યો હતો પરંતુ હવે રાજ્ય સરકારે માં યોજના અને માં વાત્સલ્ય યોજનાને ભારત સરકારની આયુષ્યમાન ભારત યોજના સાથે મર્જ કરવાનું નક્કી કર્યું છે.

જેથી કોઈ પણ વ્યક્તિ પાસે ત્રણમાંથી એક કાર્ડ હશે તો તેને 5 લાખ સુધીની વિનામૂલ્યે સારવાર મળી રહેશે. આ જાહેરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અમદાવાદની યુ.એન. મેહતા ઇન્સ્ટિટયુટ ઓફ કાર્ડીઓલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં નૂતન સુવિધાઓના લોકાર્પણ પ્રસંગે કરી હતી.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયાને સંબોધતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા માં યોજનામાં ત્રણ લાખ અને માં વાત્સલ્ય યોજનામાં 5 લાખ સુધીની સારવાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વિનામૂલ્યે આપવામાં આવતી હતી. જો કે, આ બંને કાર્ડ અલગ-અલગ રીતે ચાલતા હતા પરંતુ આ બાબતે રાજ્ય સરકારે કેન્દ્રની સરકાર સાથે પરામર્શ કરીને માં યોજના અને માં વાત્સલ્ય યોજના બંને યોજનાનું મર્જર આયુષ્યમાન ભારત યોજના સાથે કરવાનો નિર્ણય કર્યો છે. આ બાબતે તેનું કોમ્પ્યુટરાઈઝેશન કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે ગુજરાતના 4 કરોડ જેટલા નાગરિકો હવે આ યોજના હેઠળ આવી ચૂક્યા છે એટલે કે, તેમને કોઈ પણ એક કાર્ડના આધારે 5 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે મળી શકશે.

ત્રણેય કાર્ડ એક થયા હોવાના કારણે તમામ યોજનાઓનું સારવારનું પેકેજ રાજ્ય સરકાર દ્વારા એક સરખુ કરવામાં આવ્યુ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ગંભીર બીમારી સામે વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે માં કાર્ડ અને માં વાત્સલ્ય યોજના હેઠળ 5 લાખ રૂપિયા સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવતી હતી પરંતુ તે સુવિધા લાભો હવે લોકોને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ પણ મળશે. આ બંને યોજનામાં સારવારના પેકેજ અલગ-અલગ હતા પરંતુ હવે તમામ પેકેજોને એક સરખા કરવામાં આવ્યા છે. જેથી તમામ લોકોને એક સરખો લાભ મળશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments