સામાન્ય રીતે આપણા હિંદુ ધર્મમાં દરેક પરીવારના લોકો કુળદેવીની આરાધના કરતા જોવા મળે છે. અને દરેક પરિવાર ની રક્ષા અનેક પેઢીઓથી તે પરીવારના કુળદેવી કરતા જોવા મળે છે. માતા આદ્યશક્તિના અનેક જુદા જુદા સ્વરૂપોનો અનેરો અને વિશેષ મહિમા જોવા મળે છે. અને આ તમામમાં 64 જોગણીનો મહિમા પણ ખુબ જ સવિશેષ છે. અને આજે આ લેખમાં આવી જ એક જોગણીની વાત કરવામાં આવે છે, અને તે છે માતા મેલડી. માતા મેલડીની ઉત્પતિ પાછળ રહેલી કથા અને તેના મહત્વ વિશે આજે આ લેખમાં ખાસ વાત કરી છે. અને તે દરેક વ્યક્તિને અચૂક જાણવા જેવી છે. તો ચાલો જાણીએ એ વાત..
ઘણા વર્ષો જૂની આ વાત કહી શકાય. અને પહેલાના સમયમાં તો રાક્ષસ પણ ખુબ જ કઠોર તપ કરીને ભગવાનને પ્રસન્ન કરીને શકલી પ્રાપ્ત કરી લેતા. અને તેવી જ એક લોકકથા અનુસાર એક રાક્ષસ અમરૈયા દૈત્ય એ એક ખુબ જ શક્તિશાળી રાક્ષસ હતો. અને તેના ત્રાસ થી છુકારો મેળવવા માટે જયારે નવદુર્ગા આ દૈત્યનો વધ કરવા માટે ગયા હતા. અને બીજી તરફ આ રાક્ષસ ખુબ જ શક્તિશાળી હતો. અને તેનો વધ કરવા માટે માં દુર્ગા એ સ્વયં ઘણા વર્ષો સુધી તેની સાથે યુદ્ધ કર્યું હતું. અને અંતે એક દિવસ આ રાક્ષસ દેવીઓથી બચવા માટે ત્યાંથી નાસી ગયો.
અને ત્યાંથી દુર તે પૃથ્વીલોક પર સાયલા ગામના સરોવરમાં આવીને ત્યાં છુપાઈ ગયો. અને તે સમયે નવદુર્ગા બહેનો તેને શોધવા માટે એ સરોવરનું પાણી પીવા લાગ્યા અને આ દેત્ય ત્યાંથી પણ બચવા માટે એક મરી પડેલી ગાય ત્યાં હતી ત્યાં જઈને છુપાઈને બેસી ગયો. અને ત્યારબાદ નવદુર્ગાએ ભેગા મળીને આ અમરૈયા દૈત્યને મારવા માટે એક શક્તિરૂપે દેવીને પ્રગટ કરવાનો નિર્ણય લેવાયો.
અને એ સમયે નવદુર્ગાએ ભેગા મળીને પોતાના શરીરના અંગમાંથી મેલ ઉતારીને ત્યારબાદ એક નાની પુતળી બનાવીને તેમાં પ્રાણ પણ પૂર્યા, અને સાથે સાથે બધી જ દેવીઓએ પોતાની શક્તિ પણ પ્રદાન કરી. અને ત્યારબાદ તેને આ મરૈયા દૈત્યને મારવા માટે આદેશ આપ્યો. આમ, પૂતળીએ નવદુર્ગાના કહેવા મુજબ આ શક્તિશાળી રાક્ષસ જોડે યુદ્ધ કર્યું. અને આખરે તેમણે તેમની આ શક્તિ દ્વારા દૈત્યને હણ્યો.
અને ત્યારબાદ કથા અનુસાર એવું માનવામાં આવે છે કે, તેમણે જયારે આ કાર્ય બાદ કયું કાર્ય કરવું તે અંગે પૂછ્યું તો તેમને હવે દુર જતા રહેવાનુઈ કહેવામાં આવ્યું, અને આ તેમને અપમાન લાગ્યું માટે તેઓ ત્યાંથી દેવોના દેવ મહાદેવ પાસે ગયા.
અને ત્યારબાદ ભોલેનાથના આશીર્વાદથી તેમને આ રાક્ષસ સાથે લડ્યા એ માટે તેમનું નામ માતા મેલડી રાખ્યું હોવાની લોકવાયકા છે. અને સાથે સાથે તેથી મેલડી માં ચોખ્ખા ઉગતાની મેલડી માં તરીકે પણ પૂજાતા જોવા મળે છે. અને માતા મેલડીનો મહિમા આજે પણ અપરંપાર જોવા મળે છે. જય માં મેલડી !
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
Search :- apnubhavnagar
Instagram:-https://instagram.com/apnubhavnagar
Facebook:-https://fb.com/apnubhavnagar