Thursday, September 28, 2023
Home Ayurved મચ્છરોનું કરડવું તો દૂર એ તમને અડી પણ નહીં શકે. જાણો તે...

મચ્છરોનું કરડવું તો દૂર એ તમને અડી પણ નહીં શકે. જાણો તે કેવી રીતે કરશો !!!

મચ્છરોનું કરડવું તો દૂર એ તમને એ તમને અડી પણ નહીં શકે..

મિત્રો ગરમી શરૂ થવાથી પરસેવો આવે કે ન આવે મચ્છરો જરૂર આવી જાય છે. મચ્છરોના આવવાથી લોકોનું ઘરમાં રહેવું મુશ્કેલ બની જાય છે. લોકો કોઈલનો ઉપયોગ કરે છે તેનાથી કેટલાક એવા તત્વો બહાર નીકળે છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે.

આજે અમે અમારા આર્ટિકલમાં  તમને કેવો ઉપાય જણાવીશું જેનાથી તમે પાંચ જ મિનિટમાં તમારા ઘરમાંથી મચ્છરોને કાઢી શકશો અને એ તમારા સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક નથી.

આ ઉપાય કરવા માટે તમારે જોઈશે કાચની વાટકી. આ ઉપાય કરવા માટે સૌપ્રથમ તમારે સરસોનું તેલ લેવું. મિત્રો સરસોનું તેલ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે.

જ્યારે પણ આપણા ઘરમાં સરસોનું તેલ સરકે છે ત્યારે લક્ષ્મીજીનો વાસ થાય છે એવું માનવામાં આવે છે.
બેથી ત્રણ ચમચી તેલ લેવું તેમાં એક ચમચી લીમડાનું તેલ ઉમેરો. પછી તેમાં ૩ થી ૪ કપૂરની ગોળી ઉમેરો. કપૂરની ગોળી અને ભૂકો કરીને નાખવી પછી ચમચીની સહાયતાથી તમે બધું મિક્સ કરી લો.

એ પછી મિત્રો તમારે લેવાની છે લવિંગ લઈને એટલી તાકાત હોય છે કે તે મચ્છરોને ભગાવી દે છે. 4 લવિંગ આ મિશ્રણમાં ઉમેરો પછી તેમાં તમે રૂની વાટ બનાવીને મુકો.

રૂ એક વખત વાટકીમાં બોળી દો જેથી તે જલદીથી સળગી જાય અને જે રીતે તમે દીવાને સળગાવો છો, તેવી રીતે આ મિશ્રણમાં રૂને મૂકીને તેની વાટ બહાર કાઢીને તેને સળગાવી.


જ્યારે તમે સળગાવો છો, એ પછીના પાંચથી દસ મિનિટમાં તમે તેની અસર થતી જોવા મળશે. તમે જોશો કે તમારા ઘરમાં એક પણ મચ્છર દેખાશે નહીં . તમે આ ઉપાયનો અપનાવો આ ખૂબ જ લાભદાયક પણ છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments