વરસાદ શરૂ થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે. જે આપણા શરીર માટે તો યોગ્ય હોય છે. પણ આ વાતાવરણ આપણા જ શરીરને નુકસાન કરતા જીવોની ઉત્પત્તી તેમજ તેના પ્રસાર માટે વધારે અનુકૂળ હોય છે. જેમાં મચ્છર એ મુખ્ય જીવ છે.
એક અહેવાલ પ્રમાણે માણસો જેટલા અકસ્માતથી નથી મરતા તેટલા મચ્છર કરડવાથી થતાં રોગોથી મરે છે. આજે દર વર્ષે ઓછામાં ઓછા 50 લાખ લોકો મચ્છરના કરડવાથી થતી અસાધારણ મેલેરિયાની બીમારીથી મૃત્યુ પામે છે. અન્ય મચ્છરના કરડવાથી થતાં મૃત્યુના આંકડાનો તો અહીં સમાવેશ જ નથી કરવામાં આવ્યો.
આજે મચ્છર મારવાની દવાઓનો કરોડોનો ધંધો છે. એક આંકડા પ્રમાણે આ બિઝનેસનું વૈશ્વિક માર્કેટ લગભઘ 3000 કરોડ રૂપિયાનું છે. બજારમાં મચ્છર મારવા માટે વિવિધ જાતના ઉત્પાદનો ઉપલબ્ધ છે. આ ઉત્પાદનો મચ્છર મારવાની ધૂપસળી, મચ્છર મારવાની મેટ – મચ્છર મારવાના સ્પ્રે અને મચ્છર મારવાના લિક્વીડ જેવા વિવિધ ફોર્મમાં વેચાય છે.
આપણે ઘરના મચ્છરો મારવા માટેનો સામાન્ય ખર્ચ જોઈએ તો માત્ર એક જ રૂમમાં મચ્છર મારવા માટે આપણે મહિનામાં ઓછામા ઓછા 50 રૂ. ખર્ચવા પડે છે. આમ મહિનામાં આખા ઘરના મચ્છર મારવા માટે આપણે ઓછામાં ઓછા 150-200 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડે છે.
પણ આજે અમે તમારી માટે મચ્છર મારવા માટે એક એવા લિક્વીડની રીત લઈને આવ્યા છે. કે આખા ઘરના મચ્છર તમે માત્ર 3-4 રૂપિયામાં જ મારી શકશો. આ મહિનાનો ખર્ચ છે દીવસનો નહીં.
આ રીતે બનાવો ઘરે જ મચ્છર મારવાનું લિક્વીડ..
જરૂરી સામગ્રી,2 કપૂરની નાની ગોટી, 3-4 ચમચી ટર્પેનટાઈનનું તેલ,મચ્છર મારવાનું મશીન અને તેની ખાલી રીફીલ બોટલ…
લિક્વીડ બનાવવાની રીત
કપૂરની ગોટી તો મોટે ભાગે બધા જ ઘરમાં હોય જ છે અને જો ન હોય તો તેને તમે પુજાપાની દૂકાન અથવા તો કરિયાણાની દૂકાનેથી મેળવી શકો છો. અને ટર્પેનટાઈનનું તેલ તમે કલરવાળાની દૂકાન અથવા તો હાર્ડવેરવાળાની દૂકાનેથી મેળવી શકો છો.
લિક્વિડ રિફિલની જે બોટલ છે તેમાં જે પાતળી લાકડી ભરાવેલી આવે છે તે કાઢી લેવી. તેને તમે બોટલના બુચ સાથે જ નીકાળી શકશો. આવી રીતે બોટલ પહેલેથી ખોલીને તૈયાર રાખવી.
સૌ પ્રથમ બે નાની ગોટી કપૂરની લેવી તેનો પાવડર બનાવી દેવો. હવે આ પાવડરને એક નાની વાટકીમાં લઈ લેવો અને તેમાં 3-4 ચમચી ટર્પેનટાઇનનું તેલ ઉમેરી કપૂરને તેલમાં બરાબર મિક્સ કરી લેવું. કપૂર તેલમાં બરાબર મિક્સ થઈ જાય એટલે આ લિક્વિડ મશીનની રિફિલ બોટલમાં ઉમેરી દેવું. ધ્યાન રહે કે બોટલને ફુલ ન ભરવી પણ પોણી જ ભરવી.
લિક્વીડ ભરી ફરી બોટલની લાકડી સાથેનું બુચ લગાવી લેવું. અને તેને મચ્છર મારવાના મશિનમાં ભરાવી લેવું અને મશિનને પ્લગમાં ભરાવી સ્વિચ ઓન કરી દેવી. તો તૈયાર છે ઘરે જ બનાવેલું મચ્છ મારવાનુ લિક્વીડ. આ લિક્વીડ બરાબર કંપનીના લિક્વિડ જેવું જ કામ કરશે. પણ તમારે તેની પાછળ સાવ નજીવા જ રૂપિયા ખર્ચવા પડશે. આટલી માત્રમાં લિક્વિડ બનાવા પાછળ તમારા માત્ર 3થી 4 રૂપિયા જ ખર્ચાશે.