ગુજરાતના માથા પર ‘મહા’ વાવાઝોડાનું સંકટ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાત આવતાં વાવાઝોડું નબળું પડી જશે. પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે તેની સૌથી વધારે અસર થશે. ત્યારે વાવાઝોડાની પહેલાની તૈયારીઓ તમને બચાવી શકે છે. કહેવાય છે જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય એવી રીતે વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે યોગ્ય પગલાં પહેલાં જ લઈ લેવા જોઈએ. અમે તમને જણાવીશું કે કેવી રીતે વાવાઝોડાની પહેલાં સાવચેતી રાખવી જોઈએ અને વાવાઝોડા દરમિયાન શું પગલાં લેવા જોઈએ.
વાવાઝોડા પહેલાંની તૈયારી..
રહેઠાણની મજબૂતીની ખાતરી કરી લો, અને બાંધકામને લગતી ક્ષતિઓ દૂર કરો, સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહો, આપના રેડિયોને ચાલુ રાખોસ અને ચકાસી લો, સ્થાનિક અધિકારીઓનાં સતત સંપર્કમાં રહો.
ઢોર-ઢાંખરને ખૂંટાથી છૂટા કરી રાખો, માછીમારોને દરિયામાં જવું નહીં, બોટને સલામત સ્થળે લાંગરવી.
અગરીયાઓએ સલામત સ્થળે ખસી જવું, આશ્રય લઈ શકાય તેવાં ઊંચા સ્થળો ધ્યાનમાં રાખો, સુકો નાસ્તો, પાણી, ધાબળા, કપડાં અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખો, અગત્યનાં ટેલિફોન નંબર હાથ વગા રાખો.
વાવાઝોડા દરમિયાન શું ધ્યાન રાખશો?
જર્જરિત મકાન કે વૃક્ષ નીચે આશ્રય ન લેવા માટે સમજ આપવી, રેડિયો પર સમાચાર સાંભળતા રહો અને સૂચનાઓનો અમલ કરો, વાવાઝોડા સમયે બહાર નીકળવાનું સાહસ કરવું નહીં, વાવાઝોડા સમયે રેલ મુસાફરી કે દરિયાઈ મુસાફરી હિતાવહ નથી, વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા સલાહ આપવી, દરિયા નજીક, ઝાડ કે વીજળીનાં થાંભલા કે લાઈનો નજીક ઉભા રહેશો નહીં, માછીમારોને દરિયામાં જતાં રોકવા અને હોડીઓ સલામત સ્થળે રાખવી.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
Search – apnubhavnagar
@apnubhavnagar
#apnubhavnagar