મહાશિવરાત્રીની પૂજામાં બિલીપત્રને જરૂર રાખો
મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવના મંદિરમાં લોકોની લાંબી લાઇન લાગેલી જોવા મળે છે. શિવલિંગ પર પાણી અર્પણ કરવા માટે લોકો અડધી રાતથી શિવાલયની બહાર ઊભા હોય છે.

તમને જણાવી દઈએ કે શિવજીની પૂજામાં બીલીપત્રનું ખૂબ જ મહત્વ હોય છે. ભોળાનાથને બીલીપત્ર ખૂબજ પ્રિય છે, એટલે જ મહાશિવરાત્રીની પૂજામાં બિલીપત્રને જરૂર રાખો.

એક વાત ધ્યાન રાખજો કે શિવલિંગ પર બીલીપત્ર ચઢાવવાનો પણ એક નિયમ છે. તેની સાથે કેટલા બીલીપત્ર ચઢાવવા એનો પણ નિયમ છે.
શિવલિંગ પર કેટલા બીલીપત્ર ચઢાવવા જોઈએ?
મહાશિવરાત્રીની પૂજામાં શિવલિંગ પર બીલીપત્ર ચડાવાથી મહાદેવની વિશેષ કૃપા પ્રાપ્તિ થાય છે.

માન્યતાઓ મુજબ શિવલિંગ પર 3 કે 11 બીલીપત્ર ચઢાવવાએ શુભ માનવામાં આવે છે. પણ જો તમારી પાસે એક અથવા એકથી વધારે બીલીપત્ર હોય તો તમે એને શિવલિંગ પર ચડાવી જ શકો અને ભોળાનાથને પ્રસન્ન કરી જ શકો. તાત્કાલિક વિવાહ માટે 108 બીલીપત્ર ચઢાવવા જોઈએ.