પ્રજાના હિત માટે કશુક જતું કરવું એવી શુભ ભાવના રાખનારા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ મારી પ્રજા સુખી રહો, એવો “ધ્યાન મંત્ર” અપનાવ્યો હતો.
મહારાજા સાહેબ જ્યાં પહોંચાય ત્યાં તેઓ સતત ફરતા રહેતા અને પ્રજાકીય હિત જણાય ત્યાં જાતે નિર્ણય લઇ વિશેષ પ્રોત્સાહન આપતા.
રાજ્ય ના અનોખા કેળવણી કાર નાનાભાઈ ભટ્ટને સલાહ મળી કે કેળવણીના નવા પ્રયોગોની જાણકારી મેળવવા માટે જાપાનનો પ્રવાસ કરવો જોઈએ, ત્યારબાદ મહારાજાએ તેમને બોલાવીને સલાહ આપી કે માત્ર જાપાન જ નહીં,
પણ યુરોપના રાજ્યમાં પણ તમે ફરી આવો તે માટે તે વખતે 10 હજાર રૂપિયા અને તમામ મુસાફરી ખર્ચ આપવાનો આદેશ કર્યો હતો.
શામળદાસ કોલેજનું મકાન નાનું પડતું હતું, તે માટે બહારના વિસ્તારમાં વાઘાવાડી રોડ ઉપર ભવ્ય અને વિશાળ પથ્થરનું મકાન તૈયાર કરાવી આપ્યું,
અને ભવિષ્યમાં યુનિવર્સિટીની રચના કરવા માટે આસપાસ પુષ્કળ પ્રમાણમાં ૩૦૦થી વધારે એકર મોંઘાભાવની જમીન સહેરની વચ્ચે એજ્યુકેશન ના નામે કરી આપી હતી, જ્યાં આજે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી મોજુદ છે.
પોતાની પ્રજા સુખી થાય અને ભાવનગરને કલ્યાણ રાજ્ય બનાવવા સંકલ્પબદ્ધ થઈ આર્થિક, વહીવટી, આરોગ્ય, કેળવણી, ખેતી, ઉદ્યોગ, વગેરે ક્ષેત્રમાં સતત સુધારો કરતા રહ્યા,
મહારાજામાં પ્રાણીઓને વશ કરવાની ગજબની શક્તિ હતી, તે પ્રાણીઓના વર્તનથી જ દેખાઈ આવતું, મહારાજાએ પક્ષીઓ અને પ્રાણીઓના અભ્યાસ તાલીમ અને દેખભાળ માટે જમાદાર એવા મક્કેખા જેવા વિખ્યાત જાણકારની નીચે અલગ અલગ વિભાગો ઊભા કર્યા હતા.