મહારાજશ્રી કૃષ્ણકુમારસિંહજીની સગાઇ તા.૧૮/૦૯/૧૯૩૦ ના દિવસે ગોંડલના યુવરાજ શ્રી ભોજરાજસિંહજીના ચોથા નંબરના રાજકુમારી વિજ્યાબા સાથે થઈ હતી, અને લગ્ન તા. ૨૨/૪/૧૯૩૧ને બુધવારે વિક્રમ સંવત ૧૯૮૭ની વૈશાખ સુદ-૪ નિર્ધારવામાં આવ્યા હતા.
બળદેવસિંહજી ગોહિલે વિગતો આપતા જણાવ્યું હતું કે, શાહી લગ્નની તૈયારી માટેફેબ્રુઆરીમાં કમિટી અને પેટા કમિટીઓ રચાઈ હતી.ભાવનગર રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ ભાસ્કરરાવ વિઠ્ઠલદાસ મહેતાના અધ્યક્ષ સ્થાને લગ્ન કમિટીની રચના કરવામાં આવી હતી. જેની પેટા કમિટીઓમાં સ્વાગત, ઉતારા, મેળાવડાઓ, મનોરંજન કાર્યક્રમો, મંડપ, ધાર્મિક ક્રિયાઓ, ફુલેકા, વોલન્ટીયર વગેરેનો સમાવેશ થાય છે. બહારગામ રૂબરૂ આમંત્રણ આપવા જવા માટે ડેપ્યુટેશનોની રચના કરવામાં આવી હતી.
અલગ અલગ જગ્યાએ ભોજનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તે સમયે ભાવનગર શહેરની વસતી ૭૬ હજાર હતી. આજુબાજુ અને મુંબઈ સુધીના એટલા જ લોકો આવ્યા હતા. ચાર રાત્રી સુધી લાઈટીંગ અને શણગારની વ્યવસ્થા ગોઠવાઈ હતી. નીલમબાગ પેલેસના કમ્પાઉન્ડમાં તા. ૧૮ એપ્રિલના રોજ શુભ દિને લગ્ન મંડપ મુહૂર્ત યોજાયું હતું.
છેલ્લા ૧૫ દિવસ સુધી ગીત-રાસડા દરરોજ સાંજના સમયે થતા. તા. ૧૯ અને ૨૦ બે દિવસ ફુલેકાની સવારી નીકળી હતી. તા. ૨૦નું ફૂલેકું પોરબંદરના મહારાણા નટવરસિંહજી (ભાણેજ) તરફ્થી હતું. એમ્યુઝમેન્ટ પાર્ક, અખાડાના છોકરાઓની કસરતની રમતો, મ્યુઝીકલ રાઈડ અને ટ્રિક રાઈડિંગ, બોયઝ સ્કાઉટ રેલી. નાટ્ય પ્રયોગો, સીનેમા શો. જાદુના ખેલ અને હરિકથા વગેરે વ્યવસ્થા અલગ અલગ જગ્યાએ ગોઠવાયેલ હતી.
તા. ૨૧/૪/૧૯૩૧ના રોજ | એડવાન્સ પાર્ટીની સ્પેશિયલ ટ્રેન રાજકોટ જવા રવાના થઇ હતી. બીજી સ્પેશિયલ ટ્રેનમાં મહારાજા શ્રી નિર્મળકુમારસિહજી, ધર્મકુમારસિંહજી, કર્નલ માસ, કર્નલ હેન્સન, ખીરસરા દરબાર, પ્રભાશંકર પટ્ટણીજી, પન્ના મહારાજા, બારૈયા મહારાજ, પોરબંદર મહારાજા વગેરે અલગ-અલગ સલુનમાં રાજકોટ જવા ૨વાના થયા હતા.
તા. ૨૨ એપ્રિલે રાજકોટ સ્ટેશને સામૈયા થયા હતા. ગોંડલ યુવરાજ અને કાઠીયાવાડના રાજાઓનું મંડળ હાજર હતા. જામનગર બેન્ડ, રાજકોટ પોલીસ પાર્ટી અને ૧૫ તોપની સલામી અપાઈ હતી. યુવરાજશ્રી અને
રાજઓએ ભેટીને સત્કાર કર્યો હતો. જામનગરની રૂપાની છકડી ગાડીમાં વરરાજ બિરાજ્યા. જંકશન થઈ જૂનાગઢ ઉતારે (હાલનું સર્કિટ હાઉસ) બે કલાકે સામૈયું પહોચ્યું હતું. બીજાઓના ઉતારા તમામ રાજ્યના ઉતારાઓ રાજકોટમાં છે ત્યાં અને આર.કે.સી. માં વ્યવસ્થા કરવામાં આવેલ હતી. દરેક ઉતારામાં બાધણીયા, રજવાડી, મુગલાઈ અને ઈંગ્લીશ રસોડાની અલગ-અલગ સગવડ હતી.
રાત્રે આઠ કલાકે ભાવનગરના ઉતારેથી આગાખાન બંગલે લગ્નની સવારી ચડી હતી. મહારાજા હાથી પર હતા. વરરાજાની પાછળ જ નિર્મળકુમારસિંહજી રૂપા નાણું ગરીબોને બાટતા હતા. લગ્ન વિધિ એક વાગ્યા સુધી ચાલ્યો હતો. લગ્ન વિધિ સમ્પન થયે વરરાજ સૌને મળ્યા હતા. બાહ્મણો અને ગરીબોને દાનદક્ષિણા આપવામાં આવી હતી. મહેમાનો અને આમંત્રિતો પ000 કરતા વધારે હતા,
રાજઓએ ભેટીને સત્કાર કર્યો હતો. જામનગરની રૂપાની છકડી ગાડીમાં વરરાજ બિરાજ્યા. જંકશન થઈ જૂનાગઢ ઉતારે (હાલનું સર્કિટ હાઉસ) બે કલાકે સામૈયું પહોચ્યું હતું. બીજાઓના ઉતારા તમામ રાજ્યના ઉતારાઓ રાજકોટમાં છે ત્યાં અને આર.કે.સી. માં વ્યવસ્થા કરવામાં આવેલ હતી. દરેક ઉતારામાં બાધણીયા, રજવાડી, મુગલાઈ અને ઈંગ્લીશ રસોડાની અલગ-અલગ સગવડ હતી.
રાત્રે આઠ કલાકે ભાવનગરના ઉતારેથી આગાખાન બંગલે લગ્નની સવારી ચડી હતી. મહારાજા હાથી પર હતા. વરરાજાની પાછળ જ નિર્મળકુમારસિંહજી રૂપા નાણું ગરીબોને બાટતા હતા. લગ્ન વિધિ એક વાગ્યા સુધી ચાલ્યો હતો. લગ્ન વિધિ સમ્પન થયે વરરાજા સૌને મળ્યા હતા. બાહ્મણો અને ગરીબોને દાનદક્ષિણા આપવામાં આવી હતી. મહેમાનો અને આમંત્રિતો પ000 કરતા વધારે હતા….