Thursday, November 30, 2023
Home Know Fresh પીરિયડ્સના દિવસોમાં મોટી સંખ્યામાં મહિલાઓ મજૂરી કામ નથી કરતી, પૈસાના નુકસાનથી બચવા...

પીરિયડ્સના દિવસોમાં મોટી સંખ્યામાં મહિલાઓ મજૂરી કામ નથી કરતી, પૈસાના નુકસાનથી બચવા માટે મહારાષ્ટ્રમાં મહિલાઓ પોતાના ગર્ભાશય કઢાવી રહી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને એક પત્ર..

મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નિતિન રાઉતે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખીને અનુરોધ કર્યો છે કે, તેઓ મજૂરી બચાવવા માટે શેરડીના ખેતરોમાં કામ કરતી શ્રમિક મહિલાઓ દ્વારા પોતાના ગર્ભાશય કઢાવી નાંખવાની ઘટનાઓને અટકાવવા માટે આ મામલામાં હસ્તક્ષેપ કરે.

નિતિન રાઉતનું કહેવું છે કે, મધ્ય મહારાષ્ટ્રના મરાઠાવાડ ક્ષેત્રમાં મોટી સંખ્યામાં શ્રમિકો છે, જેમાં મહિલાઓની સંખ્યા ઘણી વધારે છે. મુખ્યમંત્રીને મંગળવારે લખેલા પત્રમાં તેમણે કહ્યું હતું કે, પીરિયડ્સના દિવસોમાં મોટી સંખ્યામાં મહિલાઓ મજૂરી કામ નથી કરતી. કામ પર ન જવાને કારણે તેમને મજૂરી નથી મળતી, એવામાં પૈસાના નુકસાનથી બચવા માટે મહિલાઓ પોતાના ગર્ભાશય જ કઢાવી રહી છે, જેથી પીરિયડ્સ ના આવે અને તેમણે કામ પરથી રજા ના લેવી પડે.


Maharashtra Minister Nitin Raut: Thousands of women sugarcane labourers from Beed&Osmanabad have undergone uterus removal surgery. It’s saddening as they did so to avoid few days’ wage loss. I’ve requested CM to address their grievances. Govt will certainly find solution to it

કોંગ્રેસ નેતા રાઉતે જણાવ્યું હતું કે, આવી મહિલાઓની સંખ્યા આશરે 30000 છે. રાઉતનું કહેવું છે કે, શેરડીની સીઝન છથી આઠ મહિનાની હોય છે. આ મહિનાઓમાં જો શેરડીની ફેક્ટરીઓ મહિલાઓને પ્રતિ મહિને ચાર દિવસની મજૂરી આપવા માટે રાજી થઈ જાય તો આ સમસ્યાનું સમાધાન આવી શકે તેમ છે.

કોંગ્રેસ નેતા રાઉતે પોતાના પત્રમાં CM ઠાકરેને અનુરોધ કર્યો છે કે, તેઓ માનવીય આધાર પર મરાઠાવાડ ક્ષેત્રની આ શેરડીના ખેતરોમાં કામ કરતી શ્રમિક મહિલાઓની સમસ્યાના સમાધાન માટે સંબંધિત વિભાગને આદેશ આપે. નિતિન રાઉતની પાસે PWD, આદિવાસી મામલા, મહિલા તેમજ બાળ વિકાસ, કપડાં, રાહત તેમજ પુનર્વાસ મંત્રાલયો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments